Fri Sep 11 2026

Logo

ભારતના રાજકીય ઇતિહાસમાં પીએમ મોદી નામે નવો રેકોર્ડ, સરકારના વડા તરીકે કુલ 8,931 દિવસ પૂર્ણ કર્યા

2026-03-22 13:16:00
Author: Vimal Prajapati
ભારતના રાજકીય ઇતિહાસમાં પીએમ મોદી નામે નવો રેકોર્ડ, સરકારના વડા તરીકે કુલ 8,931 દિવસ પૂર્ણ કર્યા

નવી દિલ્હીઃ ભારતીય રાજકારણમાં પીએમ મોદીએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. સિક્કિમના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પવન કુમાર ચામલિંગને પાછળ છોડીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સૌથી લાંબા સમય સુધી સરકારના વડા તરીકે સેવા આપવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન અને વડા પ્રધાન તરીકે પીએમ મોદીએ સરકારના વડા તરીકે કુલ 8,931 દિવસ પૂર્ણ કર્યા છે. ભારતના રાજકીય ઇતિહાસમાં આ એક મોટો રેકોર્ડ બની ગયો છે, જેને ભારતીય લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયાની સ્થિરતાનો પણ એક મહત્ત્વનો દાખલો ગણવામાં આવી રહ્યો છે. 

પીએમ મોદીએ સિક્કિમના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનનો રેકોર્ડ તોડ્યો

પવન કુમાર ચમલિંગ સિક્કિમના મુખ્ય પ્રધાન રહીને ખૂબ લાંબા સમય સુધી સત્તા પર રહ્યા હતા અને તેમનો કુલ કાર્યકાળ 8,930 દિવસ જેટલો રહ્યો હતો. જ્યારે વડા પ્રધાન મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે અને પછી કેન્દ્રમાં વડા પ્રધાન તરીકેના કુલ કાર્યકાળ સાથે 8,931 દિવસ સુધી સરકારની વડા રહેવાનો નવો રેકોર્ડ બનાવી દીધો છે. આ રીતે ભારતના સૌથી લાંબા સમય સુધી સરકારની નેતૃત્વ કરનાર વડા બન્યા છે.

ગુજરાતના સીએમથી પીએમ પદ સુધીની સફર

નરેન્દ્ર મોદીએ 2001થી ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે એક લાંબો અને સક્રિય કાર્યકાળ પૂરો કર્યો હતો. ત્યારબાદ 2014, 2019 અને 2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સાથે ત્રણ વખત કેન્દ્ર સરકારમાં સત્તા પર આવ્યાં છે. જવાહરલાલ નહેરું બાદ પીએમ મોદી બીજા એવા એના નેતા છે જેઓ ત્રણ લોકસભા જીત્યા પછી વડા પ્રધાન બન્યાં છે. ગત વર્ષ જુલાઈમાં તેમણે પૂર્વ વડા પ્રધાનઇન્દિરા ગાંધીના લાંબા સમયના કાર્યકાળનો રેકોર્ડ તોડ્યો અને હવે ચમલિંગનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. 

નરેન્દ્ર મોદી 12 વર્ષ સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન રહ્યાં

પવન કુમાર ચામલિંગે સિક્કિમના મુખ્ય પ્રધાન તરીકે પોતાનો સંપૂર્ણ રેકોર્ડ સ્થાપિત કર્યો છે, જ્યારે પીએમ મોદીએ રાજ્ય અને કેન્દ્ર બંને સ્તરે સંપૂર્ણ બહુમતી સાથે સરકારોનું નેતૃત્વ કરીને આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. મોદીનો રેકોર્ડ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેનો કાર્યકાળ 12 વર્ષ કરતા વધુ સમયનો છે, અને બાકીનો કાર્યકાળ દેશના વડા પ્રધાન રહ્યાં છે, હજી પણ તેમનો કાર્યકાળ યથાવાત છે. આગામી 2029ની લોકસભા ચૂંટણી સુધી તેઓ પીએમ પદ પર પહેવાના છે. જે ભારતના ઇતિહાસમાં સૌથી મોટી ઉપલબ્ધિ ગણાશે.