Mon Oct 05 2026

Logo

અમેરિકા ઈરાનની મધ્યસ્થીમાં પાકિસ્તાન ફસાયું, ઇરાને લગાવ્યો ડબલ ગેમનો આરોપ

Tehran   2026-04-22 16:58:20
Author: Chandrakant Kanoja
અમેરિકા ઈરાનની મધ્યસ્થીમાં પાકિસ્તાન ફસાયું, ઇરાને લગાવ્યો ડબલ ગેમનો આરોપ

તહેરાન: મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. જેમાં હવે બંને દેશો તરફથી સામસામે આક્ષેપો તીવ્ર બની રહ્યા છે. આ બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણાની મધ્યસ્થી પાકિસ્તાન કરી રહ્યું છે. જેના પગલે પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાયું  છે. ઇરાને હવે પાકિસ્તાનની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. તેમજ ડબલ ગેમ અપનાવવાનો પણ આરોપ મૂક્યો છે. 

અસીમ મુનીરને નિશાન બનાવ્યા 

તેમજ ઈરાનની સરકારી ટીવી ચેનલમાં ચર્ચામાં ઇરાને પાકિસ્તાનના લશ્કરી નેતૃત્વને તેમાં પણ ખાસ કરીને આર્મી ચીફ અસીમ મુનીરને નિશાન બનાવ્યા હતા. જેમાં એવો આરોપ લગાવવામાં આવ્યો કે પાકિસ્તાન ડબલ ગેમ રમી  રહ્યું છે.જેમાં અમેરિકા સાથે જોવા મળે ત્યારે ગુપ્ત રીતે ઈરાન સાથે સબંધ જાળવી રાખે છે. તેમજ જ્યારે ઈરાન સાથે ઉભું હોય ત્યારે અમેરિકા સાથે ગુપ્ત સંપર્ક જાળવી રાખે છે. 

પાકિસ્તાનના દાવાઓને ભ્રામક ગણાવ્યા

તેમજ આ પૂર્વે પણ ઈરાનના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન શાંતિ મંત્રણા અંગે જે પ્રગતિ દર્શાવે છે તે વાસ્તવિક નથી. તેમણે પાકિસ્તાનના દાવાઓને ભ્રામક ગણાવ્યા હતા. ઈરાને વધુમાં આરોપ લગાવ્યો હતો કે વાટાઘાટો દરમિયાન તેની વાતોને નકારવામાં આવી  અને અમેરિકાની નવી માંગણીઓને  આગળ ધપાવવામાં આવી હતી.