Sun Aug 30 2026

Logo

ગટરના ઢાંકણા ચોરશો તો થશે દસ વર્ષ જેલવાસ, વાયરલ વિડિયો બન્યો ચર્ચાનો વિષય

Karachi   2026-03-28 18:36:00
Author: Mumbai Samachar Team
ગટરના ઢાંકણા ચોરશો તો થશે દસ વર્ષ જેલવાસ, વાયરલ વિડિયો બન્યો ચર્ચાનો વિષય

કરાંચીઃ પાડોશી દેશ આર્થિક રીતે જ પરેશાન નથી, પરંતુ ગટના ઢાકણાં ચોરથી પણ પરેશાન છે.પાકિસ્તાન સરકાર એક નવો કાયદો લાવવાની તૈયારીમાં છે. સોશિયલ મીડિયા પર એક વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મુખ્યમંત્રી મરીયમ નવાઝ શરીફે ગટરના ઢાકણાને લઈને કડક કાયદા અંગે કહી રહ્યા છે. આ વિડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી શેર થઈ રહ્યો છે. 

મુખ્યમંત્રીએ કરી સ્પષ્ટતા
વાયરલ વિડિયોમાં મરિયમ નવાઝ શરીફ સ્પષ્ટતા કરી રહ્યા છે કે, જે વ્યક્તિ ગટરનું ઢાંકણું ચોરી લેશે, પછી તેને વેચશે કે ખરીદશે તો એને દસ વર્ષની જેલવાસની સજા ભોગવવી પડશે. આ સાથે જો આ કારણે કોઈનું મૃત્યું થઈ જાય છે તો આરોપીને દસ વર્ષની જેલની સજાની સાથે 30થી 50 લાખ રૂપિયાનો આર્થિક દંડ ભરવાનો રહેશે. આ નિર્ણય પાકિસ્તાનમાં કાયદો અને વ્યવસ્થાને વધારે મજબૂત કરવાની દિશામાં શ્રેષ્ઠ પગલું માનવામાં આવી રહ્યો છે.  સામાન્ય લોકોની સુરક્ષા એ પ્રાથમિકતા છે. અનેકવાર ગટરના ઢાંકણા ચોરી થવાને કારણે અકસ્માત થયેલા છે. આનાથી લોકોના જીવ જોખમમાં મૂકાઈ રહ્યા છે. 

સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય
આવા કેસ ભવિષ્યમાં ન થાય એ માટે સરકાર કડક વલણ અપનાવી રહી છે. પાકિસ્તાન સરકારે સ્પષ્ટતા કરી છે કે, આ મુદ્દે હવે કોઈ પ્રકારની બેદરકારીને સહન કરવામાં નહીં આવે. આ વિડિયો સોશિયલ મીડિયા પર શેર થતા અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ ચૂકી છે. કેટલાક લોકો આ સજાને ખૂબ કડક સજા હોવાનું માની રહ્યા છે. તો કેટલાક યુઝર્સ આને મજાકમાં લેવા જેવું નથી એવું કહી રહ્યા છે. પાકિસ્તાનમાં રહેતા લોકોનું એવું કહેવું છે કે, કડક સજાનું એલાન છે એટલે હવે ઢાંકણા ચોરાઈ જવાનું બંધ થઈ જશે. હકીકત એ પણ છે કે, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાંથી ગટના ઢાંકણા મોટી સંખ્યામાં ચોરાઈ જતા હતા. જેનો પછી વેપલો કરવામાં આવતો હતો.