Sat May 02 2026

Logo

ઈરાનની આંખમાં ધૂળ નાખી ઓમાનના 3 ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ગયા! જાણો કેવી રીતે

Muscat   2026-04-03 13:20:25
Author: Mumbai Samachar Team
Article Image

મસ્કત: પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર પર નિયંત્રણ મુક્યા છે, દુનિયાના કેટલાક દેશો હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ઈરાન પર દબાણ વધારી રહ્યા છે. એવામાં ઓમાની માલિકીના ત્રણ ટેન્કર જહાજો ઈરાનની મંજુરી વગર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઇ ગયા છે. 

અહેવાલ મુજબ આ ઓમાનના ત્રણ જહાજોએ ઓમાનના દરિયાકાંઠા પાસે પસાર થઇ અને ઈરાની જળસીમાની બહાર રહીને હોર્મુઝ સ્ટ્રેટમાં પસાર કરી હતી. આ સાથે આ જહાજોએ અન્ય જહાજોને એક વૈકલ્પિક માર્ગ સૂચવ્યો છે.

અહેવાલ મુજબ ગઈ કાલે ગુરુવારે બે ઓઇલ સુપરટેન્કર અને એક લિક્વિફાઇડ નેચરલ ગેસ જહાજ સ્ટ્રેટમાંથી પૂર્વ તરફ તરફ આગળ વધ્યા હતાં. આ જહાજો સેટેલાઇટ સિગ્નલોને અનુસરીને આગળ વધ્યા હતાં.

સામાન્ય રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો ઈરાનના લારાક અને કેશ્મ ટાપુઓ નજીક ઉત્તરીય પાસેથી પસાર થાય છે. હાલ ઈરાને જાહાજોની અવરજવર પર નિયંત્રણ મુકતા, ઓમાનના આ જહાજો  સ્ટ્રેટના દક્ષિણ ભાગે આવેલો માર્ગ પસંદ કર્યો હતો, અ જજો ઓમાનના દરિયાકાંઠાની નજીકથી પસાર થયા હતાં, જેને કારણે ઈરાનની નજરમાં ન આવ્યા.

અહેવાલ મુજબ આ ત્રણેય જહાજો ઓમાન શિપ મેનેજમેન્ટ કંપની માલિકીના છે.જો કે કંપનીએ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.  

ઈરાનના સ્ટેટ મીડિયાએ નાયબ વિદેશ પ્રધાન કાઝેમ ઘરીબબાદીને ટાંકીને જણાવ્યું હતું કે ઈરાન સ્ટ્રેટ મારફતે દરિયાઈ ટ્રાફિકનું નિયમન અને દેખરેખ રાખવા ઓમાન સાથે એક પ્રોટોકોલ પર કામ કરી રહ્યું છે, જો કે ઓમને આ અંગે કોઈ  સ્પષ્ટતા કરી  નથી.