પટના: નેપાળમાં ગંડક નદીના કેચમેન્ટ આવેલા પૂર બાદ હવે ભારતના બિહારમાં પૂરનો ખતરો વધ્યો છે. જેમાં નદીના પ્રવાહમાં અચાનક વધારો થતાં બિહારના ચેતવણી જાહેર કરવામાં આવી છે.
ગંડક નદીમાં 3 મીટર ઉંચા મોજા ઉછળવાની શક્યતા
ગંડક નદીનું જળસ્તર વધતાં 3 મીટર ઉંચા મોજા ઉછળવાની શક્યતા છે. જેના પગલે નદી કિનારાના જિલ્લાઓમાં સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક
આ અંગે બિહારના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અસરગ્રસ્ત જિલ્લાઓના અધિકારીઓને બચાવ અને રાહત કામગીરી માટે સંપૂર્ણ તૈયારી સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી. તેમજ ગંડક બેરેજના દરવાજા ખોલવાના આદેશો પણ આપવામાં આવ્યા છે. વહીવટીતંત્રે નાગરિકોને શાંત અને તૈયાર રહેવા અપીલ કરી છે.
નેપાળના ગંડક કેચમેન્ટ વિસ્તારમાં આવેલા જિલ્લાઓમાં એલર્ટ
તેમજ શક્યતા છે કે નેપાળના ગંડક કેચમેન્ટ વિસ્તારમાં આવેલા રાસુવા, નુવાકોટ, ધાડિંગ, ગોરખા, લામજુંગ અને તાનાહુ જિલ્લાઓ તેમજ કોસી કેચમેન્ટ વિસ્તારના દોલખા અને સિંધુપાલચોક જિલ્લામાં અચાનક પૂરનું જોખમ હોવાની ચેતવણી આપવામાં આવી છે.
ગંડક બેરેજના તમામ દરવાજાઓ ખોલવા આદેશ
આ ઉપરાંત જળ સંસાધન વિભાગે ગંડક બેરેજ અને તેની સાથે સંકળાયેલ નહેરોના તમામ દરવાજાઓ દ્વારા પાણી છોડવા સૂચનાઓ આપી કરી છે. વિભાગના ઇજનેરોને તેમના સંબંધિત વિસ્તારોમાં સતત દેખરેખ રાખવા અને પાળાઓનું નિરીક્ષણ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
NDRF અને SDRF ટીમો તૈનાત
તેમજ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF અને SDRF ટીમો તૈનાત કરવામાં આવી રહી છે. ગોપાલગંજમાં NDRF ટીમ મોકલવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. જ્યારે મુઝફ્ફરપુરમાં બીજી ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવશે.