Thu Aug 20 2026

Logo

આ કંપનીએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો વધારો કર્યો; રીફાઇનરી પણ બંધ કરશે

2026-03-26 12:51:00
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ભારતને મળતા ઇંધણ પુરવઠાને માંથી અસર પહોંચી છે, સંઘર્ષ વધુ સમય ચાલુ રહે તો ભારતમાં ઇંધણની કટોકટી સર્જાવાની શક્યતા છે. પહેલાથી જ મોંઘવારીનો માર સહન કરી રહેલા, સામાન્ય લોકો માટે ચિંતાના સમાચાર છે. ભારતની સૌથી મોટી ખાનગી ઇંધણ રિટેલર નાયરા એનર્જીએ ઇંધણના ભાવમાં વધારો કર્યો છે, 

નાયરા એનર્જીએ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹5.30 અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹3નો વધારો કર્યો છે. આ વધારા સાથે નાયરા એનર્જીના પંપ પર એક લિટર પેટ્રોલનો ભાવ હવે લગભગ રૂ.107.93 અને એક લિટર ડીઝલનો ભાવ લગભગ રૂ. 97.22 થયો છે.

નાયરા એનર્જી દેશભરમાં 6,500 થી વધુ પેટ્રોલ પંપ ધરાવે છે. નાયરા એનર્જી ગુજરાતના વાડીનારમાં ઓઇલ રિફાઇનરી ધરાવે છે, આ રીફાઇનરી ભારતની બીજી સૌથી મોટી સિંગલ-સાઇટ રિફાઇનરી છે. વાડીનાર ઓઇલ રિફાઇનરીની વાર્ષિક ક્ષમતા 20 મિલિયન ટનની છે. ગત વર્ષે નાયરા એનર્જીએ 4,50,000 ટનના પોલીપ્રોપીલિન પ્લાન્ટ સાથે પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.

નાયરા રિફાઇનરી બંધ કરશે:
એક અહેવાલમાં જણાવાયું છે કે નાયરા એનર્જી એપ્રિલની શરૂઆતથી લગભગ 35 દિવસ માટે ઓઇલ રિફાઇનરી કામગીરી બંધ કરવાનું આયોજન કરી રહી છે. જો આ રિફાઇનરી બંધ થશે તો ભારતની ઓઈલ રિફાઇનિંગ ક્ષમતાનો લગભગ 8 ટકા હિસ્સો ઓછી થઇ શકે છે, જેને કારણે ઇંધણના પુરવઠાને માઠી અસર પડી શકે છે.

પેટ્રોલ પંપ પર લાંબી કતારોલ:
તાજેતરના દિવસોમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. ઇંધણ ખતમ થઇ જશે એવી ચિંતાને કારણે ઘણા રાજ્યોમાં લોકો વાહનોમાં ઇંધણ પુરાવવા માટે પેટ્રોલ પંપો પર ઉમટી પડ્યા હતાં, કટલીક જગ્યાએ વાહનમાં ઇંધણ પુરાવવા બાબતે બોલચાલ અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતાં. બીજી તરફ LPG સિલિન્ડરની અછતને કારણે ફિલિંગ સ્ટેશનો અને ડેપોની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે. સામાન્ય લોકોને હાલાકીનો સામાનો કરવો પડી રહ્યો છે, ત્યારે ઇંધણમાં ભાવ વધતાં લોકોના બજેટને અસર પહોંચશે.