મુંબઈ: ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ ICC T20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બન્યા બાદ, રાહુલ દ્રવિડની જગ્યાએ ગૌતમ ગંભીરે ટીમના હેડ કોચ તરીકેની જવાબદારી સંભાળી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમે ODI અને T20I ફોર્મેટમાં ઘણી મોટી સફળતા મેળવી છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું છે, કેટલાક લોકો ગંભીરની હકાલપટ્ટીની માંગ કરી રહ્યા છે, એવામાં ટીમના ભૂતપૂર્વ ઝડપી બોલર મુનાફ પટેલ ગંભીરના સમર્થનમાં આવ્યો છે.
કેટલાક લોકો એવો આરોપ લગાવી રહ્યા છે કે કોચ બન્યા બાદ ગૌતમ ગંભીરે રોહિત શર્મા અને વિરાટ કોહલીને ટેસ્ટ ક્રિકેટથી નિવૃત્તિ લેવા દબાણ કર્યું હતું. મુનાફ પટેલે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઇન ઇન્ડિયા (BCCI) ને ચેતવણી આપી છે કે તેઓ હેડ કોચ ગૌતમ ગંભીરને બરતરફ કરવામાં આવશે, તો ટીમને ખારબ પરિણામો ભોગવવા પડશે.
ટેસ્ટમાં હાર માંએત ગંભીર જવાબદાર!
ભારતીય ટીમના હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરના બે વર્ષના કાર્યકાળ દરમિયાન પરિણામો મિશ્ર રહ્યા છે, ગંભીરના કોચ રહેતા ચેમ્પિયન્સ ટ્રોફી 2025, એશિયા કપ 2025 અને T20 વર્લ્ડ કપ 2026માં ચેમ્પિયન બની, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમને એક પછી એક કારમી હાર મળી રહી છે, જેના માટે ગંભીરને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે.
ટીમને સંભાળવી મુશ્કેલ પડશે:
ODI વર્લ્ડ કપ 2011ના વિજેતા ટીમના સભ્ય રહેલા મુનાફ પટેલે ટીકાઓ વચ્ચે ગંભીરનું સમર્થન કર્યું છે. એક ન્યુઝ પેપર સાથે ઈન્ટરવ્યું દરમિયાન તેમણે કહ્યું,"એ ધ્યાનમાં રાખજો, જો ગૌતમ ગંભીરને હેડ કોચ પદ પરથી દૂર કરવામાં આવશે, તો ખેલાડીઓને સંભાળવાનું ખૂબ મુશ્કેલ બની જશે. તે એક સાચું બોલનારો વ્યક્તિ છે, તે જે સાચું હોય, તેને એજ રીતે કહે છે, અને ઘણા લોકોને તે ગમતું નથી. બધા જાણે છે કે જો પરિસ્થિતિ પાટા પરથી ઉતરી જાય, તો તેનામાં હિંમત છે કે તે ખેલાડીને પડતો મૂકી શકે છે."
મુનાફ પટેલે કહ્યું, "મેન-મેનેજમેન્ટ સૌથી મહત્વપૂર્ણ બાબત છે, એ સરળ કાર્ય નથી. વિરાટ કોહલી જેવા વ્યક્તિને ના કેવી, રોહિત શર્માને ના કહેવી. ટીમને સારું કોચિંગ આપવા ગૌતમ ગંભીર કેટલા લોકોને દુશ્મન બનાવી રહ્યો છે?"