Fri Jul 03 2026

Logo

2028 સુધીમાં પશ્ચિમ રેલવેના 10 રેલવે સ્ટેશનની કરવામાં આવશે 'કાયાપલટ'

2026-07-03 20:10:52
Author: Mumbai Samachar Team
Article Image

AI Generated Images


મુંબઈ: મુંબઈના 10 સબર્બન રેલવે સ્ટેશનની કાયાપલટ 2028 સુધીમાં કરવામાં આવશે, જેમાં આ વર્ષે તો ચાર સ્ટેશનો સામેલ છે. આ સ્ટેશનોના વિકાસ થવાથી લાખો પ્રવાસીઓને રાહત મળશે. છેલ્લા થોડા સમયથી આ પરિયોજનાઓનું કામ કાચબાની ગતિએ ચાલી રહી હતી, પરંતુ હવે તેના પર વધુ ફોક્સ કરવામાં આવ્યું છે. 

મળતી વિગતો મુજબ અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશભરના સેંકડો રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત પશ્ચિમ રેલવેના 124 જેટલા સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવી રહી છે, જેમાં મુંબઈના 3 નોન-સબર્બન સ્ટેશન, 10 સબર્બન સ્ટેશનો સામેલ છે. ઉપરાંત, 5 મોટા મુખ્ય સ્ટેશનનું પણ રિડેવલપમેન્ટ કરવામાં આવશે.

એમઆરવીસી અંતર્ગત 7 સબર્બન સ્ટેશનોમાં સુધારો 
પશ્ચિમ રેલવેના 7 ઉપનગરીય સ્ટેશનના વિકાસ માટે મુંબઈ રેલવે વિકાસ નિગમ (એમઆરવીસી) દ્વારા કરવામાં આવશે. આ યોજનામાં મધ્ય રેલવેના 10 અને વેસ્ટર્ન રેલવેના 7 સ્ટેશન મળીને કુલ 947 કરોડ રૂપિયાના ખર્ચે નક્કી કરવામાં આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 66 ટકા કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. આ વિકાસ કાર્ય 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. પશ્ચિમ રેલવેમાં અત્યારે ખાર રોડ, કાંદિવલી અને મીરા રોડ જેવા સ્ટેશનોનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે, જયારે ભાયંદર, નાલાસોપારા, વસઈ રોડ અને દાદર સ્ટેશનનું કાર્ય માર્ચ 2027 સુધીમાં પૂર્ણ થવાનું લક્ષ્ય છે.  

મુંબઈના 5 મોટા સ્ટેશનનું મેજર અપગ્રેડેશન 
અમૃત ભારત યોજના સિવાય મુંબઈના પાંચ મુખ્ય સ્ટેશનને મોટા પાયે અપગ્રેડ અને ડેવલપ કરવામાં આવી રહ્યા છે, જેમાં મુંબઈ સેન્ટ્રલ, દાદર, બાંદ્રા ટર્મિનસ, અંધેરી અને બોરીવલી સ્ટેશન સામેલ છે. 

મુંબઈના અમૃત સ્ટેશનોની પ્રગતિ 
. મરિન લાઇન્સ: 67% કાર્ય પૂર્ણ, 30 ઓગસ્ટમાં પૂર્ણ થશે
. ચર્ની રોડ: 39% કાર્ય પૂર્ણ, 28 ફેબ્રુઆરી 2027માં પૂર્ણ 
. ગ્રાન્ટ રોડ: 40% કાર્ય પૂર્ણ, 31 માર્ચ સુધી 2027માં પૂર્ણ 
. લોઅર પરેલ: 10% કાર્ય પૂર્ણ, 31 મે 2027 સુધીમાં પૂર્ણ
. પ્રભાદેવી: 7% કાર્ય પૂર્ણ, 31 ડિસેમ્બર 2027 સુધીમાં પૂર્ણ 
. મલાડ: 90% કાર્ય પૂર્ણ, 31 ઓગસ્ટ 2026 સુધીમાં પૂર્ણ 
. જોગેશ્વરી: 12% કાર્ય પૂર્ણ, 31 ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ 
. પાલઘર: 68% કાર્ય પૂર્ણ, 31 ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ 
. દહિસર: હાલમાં જ અમૃત ભારત યોજનામાં સામેલ થયું છે.