મુંબઈઃ એક સમયની સફળ અભિનેત્રી રવીના ટંડન પોતાના એક નિવેદનને લઈને ચર્ચામાં છે. એક લાંબ બ્રેક બાદ 'વેલકમ-3'માં તે અક્ષય કુમાર સાથે સ્ક્રિન શૅર કરતી જોવા મળી છે. બોલિવૂડની કોમેડી ફિલ્મોમાં અભિનેત્રીઓના પાત્રને લઈ એક્ટ્રેસે પોતાનો મત વ્યક્ત કર્યો છે. 'વલકમ ટુ ધ જંગલ' ફિલ્મ દમદાર કમાણી કરી રહી છે. કોમેડીનો ડોઝ લઈને આવેલી ફિલ્મને ફેન્સ તરફથી સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. રવીનાએ કોમેડી ફિલ્મમાં અભિનેત્રીઓને મળતા સ્ક્રિન ટાઈમ અને પાત્રને લઈ વાત કરી છે.
એક્ટ્રેસ વિશે શું કહ્યું?
રવીનાએ 90ના દાયકામાં આવેલી ફિલ્મ 'અંદાજ અપના-અપના' અને 'દુલ્હેરાજા' જેવી કોમેડી ફિલ્મમાં લીડ રોલ પ્લે કર્યો છે. એક્ટ્રેસે કહ્યું કે, એ સમયમાં અભિનેત્રીઓને દિલ ખોલીને કોમેડી કરવાનો ચાન્સ મળતો હતો, આજકાલ કોમેડી ફિલ્મમોમાં લિમિટેશન આવી ગઈ છે. એક જ ફિલ્મમાં મોટી સંખ્યામાં કલાકારો હોય છે. આ કારણે એક્ટ્રેસના ભાગમાં હસાવવાનો સ્ક્રિનટાઈમ ખૂબ ઓછો આવે છે. 'મિસ્ટર ઈન્ડિયા' અને 'ચાલબાઝ' જેવી ફિલ્મો પરથી સાબિત થાય છે કે, એક્ટ્રેસ પણ સારી એવી કોમેડી કરી જાય છે. એક્સપ્રેશન અને અદાથી હસાવી શકે છે. શ્રીદેવીની ફિલ્મોનો ઉલ્લેખ કરીને તેણે જુહી ચાવલાની કોમિક ટાઈમિંગ અને ગીતાબાલી તથા મધુબાલા જેવી ટોચની અભિનેત્રીઓના કેટલાક મજાકીયા અંદાજના વખાણ કર્યા હતા. આજે દરેક એક્ટ્રેસ ખૂબ જ ટેલેન્ટેડ છે.પણ સ્ક્રિપ્ટ તેને માત્ર સુંદર દેખાવા પર ફોક્સ કરાવે છે.
આ પહેલા અક્ષય વિશે બોલી
મહિલાઓ માટે મસ્ત, મસ્તીખોર અને હસાવનારા સ્ક્રિપ્ટ રાઈટર્સ વિચાર્યા વગર દર વખતે એને પર્ફેક્ટ દેખાડવા માટે મથતા હોય છે. આ પહેલા રવીનાએ અક્ષય કુમારના પણ વખાણ કર્યા હતા. એક લાંબા બ્રેક બાદ બન્ને એકબીજા સાથે સ્ક્રિન શૅર કરી રહ્યા છે. આજે પણ જે કમિટમેન્ટથી અક્ષય કામ કરે છે એ કમિટમેન્ટના વખાણ કર્યા હતા. વેલકમ ટુ ધ જંગલ ફિલ્મ વર્લ્ડ લેવલ પર 100 કરોડની કમાણી કરી ચૂકી છે. મ્યુઝિક વિડિયોમાં આવ્યા બાદ રવીનાએ ફિલ્મ ક્ષેત્રે ફરી એક્ટિંગની દુનિયામાં પોતાની ટેલેન્ટ સાબિત કરી છે. રવીનાએ અક્ષય અને સુનિલ શેટ્ટી એમ બન્ને ટોપ અને એક્શન સ્ટાર સાથે કામ કર્યું છે. હકીકત એ પણ છે કે, સુનિલ શેટ્ટીનો આ ફિલ્મમાં એક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે.