Mon Sep 07 2026

Logo

મુંબઈગરાનું પાણી મોંઘુ થશે: પાણીવેરામાં વધારો થવાની શકયતા

2026-09-06 08:54:00
Author: Sapna Desai
મુંબઈગરાનું પાણી મોંઘુ થશે: પાણીવેરામાં વધારો થવાની શકયતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આગામી દિવસોમાં મુંબઈગરાનું પાણી મોંઘુ થવાની શકયતા છે. છેલ્લા ચાર વર્ષથી પાણીવેરામાં કોઈ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી પણ હવે પાણીપુરવઠામાં સતત વધી રહેલા ખર્ચાને પહોંચી વળવા માટે પાલિકા પ્રશાસન પાણીવેરામાં વધારો કરવાનો વિચાર કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તે માટે  અહેવાલ લીધો હોઈ  બહુ જલદી પ્રશાસન તેને લગતો પ્રસ્તાવ તૈયાર કરશે એવું માનવામાં આવે છે.

મુંબઈગરા પાસેથી વસૂલ કરવામાં આવતા પાણી વેરામાં દર વર્ષે વધુમાં વધુ આઠ ટકા સુધી વધારો કરવાનો પ્રસ્તાવ ૨૦૧૨ની સાલમાં સ્થાયી સમિતિમાં મંજૂર કરવામાં આવ્યો હતો. તે મુજબ દર વર્ષે જૂન મહિનામાં પાણીવેરામાં અમુક ટકાનો વધારો કરવામાં આવે છે. જોકે પાલિકાની ચૂંટણી થવાના ડરે ૨૦૨૨ની સાલથી પાણીવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, તેને કારણેે પાલિકાને વાર્ષિક લગભગ ૧૦૦ કરોડ રૂપિયાની આવકથી હાથ ધોવા પડયા છે. હવે જોેકે નજીકના ભવિષ્યમાં કોઈ ચૂંટણી યોજવાની નથી. તેથી પાણીવેેરામાં વધારો કરવા બાબતે પાલિકા પ્રશાસન પ્રયાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું.

મુંબઈને સાત જળાશયોમાંથી પ્રતિદિન ૪,૦૦૦ મિલ્યિન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે. અનેક કિલોમીટર લાંબેથી પાણીની પાઈપલાઈનથી મુંબઈ સુધી પાણી લાવવામાં આવે છે અને તેને  નાગરિકોના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. મુંબઈને શુદ્ધ પાણીપુરવઠો કરવા માટે જળશુદ્ધીકરણ, પાણીપુરવઠા યંત્રણામાં સુધારણા, જૂની અને જર્જરીત થઈ ગયેલી પાઈપલાઈનને બદલવું, ગળતર અને સમારકામ કરવા જેવા અનેક કામ કરવાના હોય છે. આ તમામ કામ માટે પાલિકા ભારે ખર્ચ કરે છે. આ રકમની ભરપાઈ કરવા માટે  નાગરિકો પાસેથી પાણીવેરો વસૂલ કરવામાં આવે છે. 

દર વર્ષે આ ખર્ચામાં વધારો થઈ રહ્યો છે. તેથી આ ખર્ચાનો અહેવાલ લઈને પાણીવેરામાં વધારો કરવાનું સૂચન કરવામાં આવતું હોય છે. તેમ જ હાલ પાલિકા દ્વારા ડિસાલિનેશન પ્રોજેક્ટ, ગાર્ગઈ પ્રોજેક્ટ, ભાંડુપ વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ જેવા કરોડો રૂપિયાના ખર્ચે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. તેથી પાલિકાનો ખર્ચ સતત વધી રહ્યો છે. તેથી આ વર્ષે પાણીવેરામાં વધારો કરવા માટે પ્રશાસન ગંભીર હોવાનું કહેવાય છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈને શુદ્ધ પાણીપુરવઠો કરવા માટે પાલિકાને ૧,૦૦૦ લિટર પાછળ ૨૬.૯૩ રૂપિયાનો ખર્ચ થાય છે.  તેની સામે બિલ્િંડગમાં રહેતા નાગરિકોને પાણી માત્ર ૬.૨૬ રૂપિયા પ્રતિ લિટર આ દરે આપવામાં આવે છે.