Fri Oct 02 2026

Logo

વિદેશી પર્યટકોની પહેલી પસંદ બન્યું હિમાચલ પ્રદેશ, બ્રિટનથી સૌથી વધુ પ્રવાસી પહોંચ્યા; અમેરિકા બીજા નંબરે

2026-09-07 10:12:00
Author: Mumbai Samachar Team
વિદેશી પર્યટકોની પહેલી પસંદ બન્યું હિમાચલ પ્રદેશ, બ્રિટનથી સૌથી વધુ પ્રવાસી પહોંચ્યા; અમેરિકા બીજા નંબરે

શિમલાઃ હિમાચલ પ્રદેશની લીલીછમ ખીણો દેશની જ નહીં, પરંતુ બ્રિટન, અમેરિકા અને યૂરોપના પ્રવાસીઓની પસંદ બની રહી છે. હિમાચલ પ્રદેશમાં આવતા વિદેશી પર્યટકોના આંકડા તેની તસવીર રજૂ કરી રહ્યા છે. પર્યટન તેમજ નાગરિક ઉડ્યન વિભાગના અનુસાર છેલ્લા 3 વર્ષ અને 2026માં એક ઓગસ્ટ સુધી પ્રદેશમાં કુલ 7,59,05,479 પર્યટકોનું આગમન નોંધાયું છે. આમાં 2,64,824 વિદેશી પર્યટક સામેલ છે. 

બ્રિટન સૌથી આગળ 

વિદેશી પર્યટકોના મામલે બ્રિટન સૌથી આગળ છે. તે સમયગાળામાં બ્રિટનથી 49,029 પ્રવાસીઓ હિમાચલ પહોંચ્યા. ત્યારબાદ અમેરિકાથી 26,207 અને ઓસ્ટ્રોલિયાથી 15,226 પર્યટક આવ્યા. જર્મનીથી 9,283, ફ્રાંસથી 8,417 અને કેનેડાથી 7,323 પર્યટકોનું આગમન થયું.  

આનાથી એ સ્પષ્ટ થાય છે  કે હવે હિમાચલ વિદેશી પર્યટકો માટે ફક્ત પ્રાકૃતિક પર્યટન સ્થળ જ નહીં પરંતુ જુની યાદો અને પારિવારિક ઇતિહાસ સાથે જોડાયેલું સ્થળ પણ બની રહ્યું છે. 

બ્રિટિશ કાળની યાદો પણ જોડાયેલી છે

બ્રિટનથી આવતા કેટલાક પ્રવાસીઓ માટે હિમાચલનો સંબંધ માત્ર પર્વતોની સુંદરતા પૂરતો મર્યાદિત નથી. શિમલા, ડેલહાઉસી અને પ્રદેશના અન્ય જૂના પ્રવાસન સ્થળો સાથે બ્રિટિશ કાળની ઘણી યાદો જોડાયેલી છે. આ સ્થિતિમાં કેટલાક વિદેશી પ્રવાસીઓ તેમના પૂર્વજો સાથે જોડાયેલા સ્થળો, જૂની ઇમારતો અને તે ક્ષેત્રોને જોવા માટે પણ હિમાચલ તરફ વળે છે, જ્યાં તેમના પરિવારના સભ્યો ક્યારેક રહ્યા કે કામ કરી ચૂક્યા છે.

હિમાચલનું આકર્ષણ

પ્રવાસન વિભાગના આંકડા જણાવે છે કે હિમાચલનું આકર્ષણ અલગ-અલગ દેશોના પ્રવાસીઓમાં બનેલું છે. કુદરતી સૌંદર્ય સાથે પ્રદેશની સાંસ્કૃતિક અને સંસ્થાનવાદી (Colonialist) વારસો વિદેશી પ્રવાસીઓને અહીં આવવા માટે આકર્ષિત કરે છે.

અમેરિકા અને યુરોપથી પણ આવે છે પ્રવાસીઓ

આંકડાઓ મુજબ બ્રિટન પછી અમેરિકા વિદેશી પ્રવાસીઓના મામલે બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા, જર્મની, ફ્રાન્સ, કેનેડા અને સ્વિત્ઝર્લેન્ડ જેવા દેશોમાંથી પણ પ્રવાસીઓની સારીએવી સંખ્યા હિમાચલ પહોંચી રહી છે.