ત્રિશૂર : રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વડા મોહન ભાગવતે કર્ણાટકના ગૃહ મંત્રી પ્રિયાંક ખડગેના આરોપો પર વળતો પ્રહાર કર્યો છે. તેમજ આ અંગે પ્રતિક્રિયા આપણે તેમણે જણાવ્યું કે કર્ણાટકમાં આરએસએસની નોંધણીની માંગ રાજકારણથી પ્રેરિત છે.
આરએસએસ કોઈ ગુપ્ત સંગઠન નથી
જેમાં કેરલમના ત્રિશૂરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી આઉટરીચ કાર્યક્રમ દરમિયાન સંઘના વડા મોહન ભાગવતે સંગઠનને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને નોંધણી કરાવવાની માંગને ફગાવી દીધી. તેમણે કહ્યું કે આરએસએસ કોઈ ગુપ્ત સંગઠન નથી અને તેની બધી પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચલાવવામાં આવે છે. ભાગવતે કર્ણાટકના ગૃહમંત્રી પ્રિયાંક ખડગેની માંગના જવાબમાં આ ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું કે સંઘ ખુલ્લા મેદાનમાં શાખા યોજે છે. લોકોને તેના કાર્ય વિશે અવગત કરે છે અને દરેક વિસ્તારમાં સક્રિય સ્વયંસેવકો ધરાવે છે.
આવી માંગણીઓ નવી નથી
આ ઉપરાંત સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે આવી માંગણીઓ નવી નથી અને સંગઠન શરૂઆતના વર્ષોથી જ આવા આરોપો અને વિવાદોનો સામનો કરી રહ્યું છે. તેમણે ટિપ્પણી કરી હતી કે જો આવા આરોપો ઉઠાવવામાં ન આવે તો તેમને કંઈક ખોટું લાગશે.
સરકારી ભંડોળ મેળવવા માંગતા સંગઠનો માટે નોંધણી જરૂરી
તેમના મતે, આરએસએસના કાર્ય કોઈ ગુપ્ત નથી અને જનતા સીધી રીતે સંગઠનની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરે છે. મોહન ભાગવતે નોંધ્યું હતું કે ઘણી સંસ્થાઓ અને પરંપરાઓ નોંધણી વિના અસ્તિત્વ ધરાવે છે. એક ઉદાહરણ આપતાં તેમણે નિર્દેશ કર્યો હતો કે હિન્દુ ધર્મ કોઇ રજીસ્ટર સંસ્થા નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારી ભંડોળ મેળવવા માંગતા સંગઠનો માટે નોંધણી જરૂરી છે. જ્યારે સરકાર આરએસએસના અસ્તિત્વ અને પ્રવૃત્તિઓથી સંપૂર્ણપણે વાકેફ છે.
પ્રિયાંક ખડગેએ પત્ર લખીને આરએસએસની કાનૂની સ્થિતિ અંગે પૂછ્યું
ઉલ્લેખનીય છે કે કર્ણાટકના ગૃહમંત્રી પ્રિયાંક ખડગેએ તાજેતરમાં આરએસએસના વડાને પત્ર લખીને સંગઠનની કાનૂની સ્થિતિ, આવકના સ્ત્રોત, ખર્ચ અને સંપત્તિ અંગે માહિતી માંગી હતી.