Thu Jun 25 2026

Logo

નરેન્દ્ર મોદીનો વિજય હો ને અમિત શાહનો પણ...

2026-05-10 08:52:00
Author: Shobhit Desai
Article Image

 

આજે આટલું જ - શોભિત દેસાઈ

નરેન્દ્ર મોદી - અમિત શાહ , વિજય ચંદ્રશેખર જોસેફ - પ્રશાંત કિશોર

નરેન્દ્ર દામોદરદાસ મોદીને દસે દસ આંગળીના ટાચકા (કે ટચાકા) ફૂટે એવા ઓવારણા... પ્યોર ગુંડાગીરીના ટેકે વાઘણ બની ગયેલી એક અતિ મીડિયોકર, કમઅક્કલ અને સ્ત્રી જાતીનાં લાંછન (નહીં તો આટલા બળાત્કાર પછી ગુંડાનો બચાવ તો ના જ કરે) ઉપરથી ફક્ત અને ફક્ત ચમચાઓ દ્વારા કાગળને પણ ‘પોતે ક્યાં વપરાયો છે’ની શરમ આવે એવું વાઘણનું મ્હોરું ઊતરડી ને પૂર્વમાં ખરેખર સૂરજ ઉગાડવાની અપેક્ષા જગાડવા બદલ અને એના, સાંઢનું મ્હોરું પહેરીને ફરતા ભત્રીજાનો ઉંદરડા-આકાર ભારતીયોને દેખાડવા બદલ. ‘વાઘની બોડમાં હાથ નાખવા બદલ’ જેવી વાહિયાત JARGON એટલે ન વપરાય કે એ વાઘ કે વાઘણ માટે જ વપરાય... મારા વહાલા!

અને પંદર વરસ પહેલાં જો હતું તો શું હતું!? એ જ, સિદ્ધાર્થ શંકર રે ઈત્યાદિને સારા કહેવડાવે એવા ડામ્મીસ કોમ્યુનિસ્ટો જેમણે ખાસ બે બીજા હાથ અને બીજા બે પગ ફીટ કરાવેલા કાયામાં જેથી ચારે હાથે લૂંટી શકાય અને ચારે પગે છટકી શકાય. નક્સલાઈટ્સના આ બધા માઈબાપ. આખો પૂર્વનો ઈલાકો આ હરામખોર કોમ્યુનિસ્ટો અને નક્સલાઈટનાં કુકર્મોનું જોઈન્ટ વેન્ચર બની ગયેલો. ખોલીએ જ આજે તો સ્મશાનના મડદાં અને મકબરાઓની કબરો. જ્યોતિ બસુ અને પછીનાં મૂખિયા શાસનના 34 વરસ (1977થી 2011) બંગાળને રોજ થોડું થોડું ખાતા રહ્યા રાજ્યને માછલી-ભાત અને મોહન બગાન-મોહમેડન સ્પોર્ટિંગ-ઈસ્ટ બેંગાલ-લીડર્સ ક્લબ ઈ. ફૂટબોલમાં વ્યસ્ત રાખી અને બપોરે બે કલાક એવા ઉંઘાડ્યા કે પ્રજા કાયમને માટે સૂતી જ રહી. 2011માં તો એટલી બધી આશાના કિરણ ફૂટતા દેખાયા કે લોકો તૂટી પડ્યા એક કમઅક્કલ પર (કમઅક્કલ એટલા માટે આ મગજ વગરનું પાત્ર 1987માં વડા પ્રધાન રાજીવ ગાંધીની સભામાં એવું બોલતું મેં સાંભળ્યું છે કે રોસની ચાંદ સે હોતી હૈ સિતારો સે નહીં, મોબત એક હોતી હૈ હજારો નહીં) પણ બન્યું એવું કે શૈલ ચતુર્વેદીના શબ્દો મોળા કરીને કહું તો...

ઈધર હમારી પાર્ટી હૈ ઈધર પરાઈ હૈ
ઈધર કુઆં હૈ ઈધર ખાઈ હૈ...

હવે મારી બોલપેને, ‘હું એક પણ અક્ષર આ નગણ્ય પર લખવા નહીં વપરાઉં’ એમ કહીને બંગાળનું એક વખતનું હાથવગું હથિયાર હડતાલ પર ઊતરવાનું ફરમાન છોડ્યું છે એટલે  રતન ટાટા સાહેબના નામ સ્મરણ સાથે Nanoને કાંખમાં તેડીને આગળ વધું.

અમિત શાહનો વિજય એટલા માટે કે સમજણો થયો (તો ય સમજણ તો નથી જ આવી) ત્યારથી પશ્ર્ચિમ બંગાળમાં પહેલી વખત એક પણ ગોળી ચલાવ્યા વગર ઈલેકશનનું પર્વ ઉજવવાવાળા એ ભારતના પહેલા ગૃહપ્રધાન બન્યા. કેમ વળી ચૂંટણી એ લોકશાહીનો ઉત્સવ નથી! હા, ઠોકશાહીનો નથી જ નથી. અને વોટિંગ કેટલું? શું? 92%? અરે ભાઈ તમારી દીકરીના ટ્વેલ્થના રીઝલ્ટની નહીં બંગા.... ઓકે ઓકે.... ટાઢા પડો યાર.... માની ના શકાય.... 92%? ઈમ્પોસીબલ... અમિત શાહ સાહેબ! સલામ...

હવે વાત કરીએ શુબેન્દુ અધિકારીની.... એમણે અને એમના સાથીઓએ 2021ના બે વરસ પહેલાં TMC  છોડી દીધેલી અને 2021માં તો વિદાય લેતાં પહેલાં છેલ્લી વાર પાછી ચૂંટાઈ આવી જે એણે શું શું વિતાડ્યું હશે આ ચાલી ગયેલાઓ પર... લગભગ અડધા ઉપરાંત તો રીઝલ્ટ પછી પાછા ટીએમસી ભેગા ય થઈ ગયા’તા તો આ પાંચ વરસની રંજાડ પર શુબેન્દુ અને ટકી રહેલા સાથીઓને કયા ટચાકડે વધાવી શકાય?! આ રહ્યો એમના માટે એક દાદુ ટચાકડો...

મેરા દુખ યે હૈ મૈ અપને સાથિયોં જૈસા નહીં
મૈ બહાદુર હૂં મગર હારે હુએ લશ્કરમેં હૂં
રિયાઝ મજીદ

બાકી, આજે અહીંથી આમ તો બીજી ઘણી વાતો થઈ શકે પણ ઈલેકશન રીઝલ્ટનાં પાંચ દિવસ પછી છઠ્ઠે દિવસે બધું જ જૂનું થઈ ગયું હોય ત્યારે જે જૂનું નથી જ થવાનું એની વાત આપણે કરી લીધી એટલે હવે બે જીતનારી MLA  તો એવી છે જે પોતે પાશવી અત્યાચાર સાથે સંલગ્ન હતી કે માત્ર નામ પૂરતી જ મમતા બાકી લાંછન ન જ લઈ શકી હારને ખેલ દિલીથી તો જવા દો, દિલીથી કે હજી પાણીમાંથી કેટલા પોરા ઈત્યાદિ પર લખવું ઘણું મોડું અને નિરર્થક અને પુનરાવર્તિત થઈ જાય એટલે અત્યારની સરકાર પાસે એટલી જ આશા સાથે અટકું કે છેલ્લા પંદર વરસના દરેક કાળા કરતૂતોને કુલાયકાત પ્રમાણે ગંગાસાગરમાં પધરાવે અને કોઈ કરતાં કોઈને જવા ન દે સત્તાકીય મજબૂરીને લીધે... 


બાકી રહી વાત અમારા અતિપ્રિય અને જેને અમે ખૂબ જગા આપી છે અમારા હૃદયમાં અને ફાળવી’તી અમારી કોલમમાં બિહારના ઇલેક્શન દરમિયાન એ પ્રશાંત કિશોરની. તો આ વખતે સાઉથમાંથી એણે લગભગ દ્રાવિડિયન ‘સંસ્કૃતિ’નો જ (‘ે’ે અર્થ ખાસ સમજવો) અને આખા વટાળ રાજકારણનો જ ખાતમા બોલાવી દીધો છે. હિન્દી ભાષા તરફ સગવડિયા ગમા અણગમા રાખતી 1949માં બનેલી કહેવાતા પ્રગતિકારક સંગઠનની પાર્ટીને પણ પાંચ વરસ પૂરતું સાયોનારા કહેવાઈ ગયું છે તામિલનાડુના કદાચિત નવા મુખ્ય પ્રધાન જોસેફ વિજય ચંદ્રશેખર દ્વારા. અને ડીએમકેનો ગુન્હો શું? સ્ટાલીન પુત્રએ બિહારી, ગરીબ બિહારીનું માઈક પરથી કરેલું અપમાન. તેલંગણાનો મુખિયો રેવંત રેડ્ડી ગઈ કાલથી ગળે શોષ બાઝી જતો હોવાને લીધે પાણી પર પાણી, પાણી પર પાણી પી રહ્યો છે. બે ત્રણ વખત એણે પ્રશાંત કિશોરને ફોન પણ કર્યો પણ હવે એ મહાસાગર હાથમાં આવે? રેડ્ડીની સોય ડૂબાડશે નહીં ત્યાં સુધી એ આમ સાગર સ્વરૂપે જ રહેશે. રેડ્ડીની બાળહઠ છે સાગર ક્ષમા કરી દે એમ સ્વયમ્ શૂન્ય પાલનપુરી કહેશે તો ય પ્રશાંત નહીં જ હાથમાં આવે...

પ્રશાંત કિશોર જોસેફ વિજયના વિજયના ઘડવૈયા છે અને એમણે જાહેરમાં આહ્વાન આપ્યું હતું કે CSKને અનેક વખત IPL Title જીતાડનાર એમ એસ ધોની ભલે અત્યારે તામિલનાડુમાં સૌથી લોકપ્રિય હોય, ચૂંટણી પછી હું હોઈશ...

ચૂન ચૂનકે બદલા લેવાવાળો ખરો ધર્મેન્દ્ર તો પ્રશાંત કિશોર છે.

આજે આટલું જ.