Mon Jun 08 2026

Logo

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના: 1600 ડિગ્રી પીગળેલા ગરમ સ્ટીલનો ભોગ બન્યા મજૂરો, આઠનાં મોત

2026-06-08 19:54:00
Author: mumbai samachar team
Article Image

ક્રેઈનમાંથી લિક્વિડ સ્ટીલ લીક થતાં સર્જાઈ અફડાતફડી, સીએમએ શોક વ્યક્ત કર્યો

વિશાખાપટ્ટનમઃ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ સ્થિત સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના ઘટી. પ્લાન્ટમાં પીગળેલું ગરમ સ્ટીલ ફેલાઈ જવાથી મોટી જાનહાનિના સમાચાર છે. પીગળેલું સ્ટીલ લીક થવાથી આઠ મજૂરના મોત થયા છે, જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી છે.

આ દુર્ઘટના વધારે તાપમાનથી પીગળેલા સ્ટીલને કારણે થઈ હતી, જેમાં એક લેડલ ફાટવાથી થઈ હતી, એના પછી સ્ટીલ પ્લાન્ટમાં અફડાતફડીના માહોલનું નિર્માણ થયું હતું. ઘટનાસ્થળે પીડિત મજૂરોએ પોતાનો જીવ બચાવવા માટે જેમ તેમ કરીને બચવાની કોશિશ કરી હોવાનું સાક્ષીઓએ જણાવ્યું હતું. દુર્ઘટના પછી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, એમ વિશાખાપટ્ટનમાં સ્ટીલ પ્લાન્ટના સર્કલ ઈન્સ્પેક્ટરે કેશવ રાવે જણાવ્યું હતું.

રાજ્યના ગૃહ પ્રધાન વંગલાપુડી અનીતાએ વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં સર્જાયેલી દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું અને વિશાખાપટ્ટનના જિલ્લા ક્લેક્ટર અને શહેર પોલીસ કમિશનર સાથે ફોન પર વાત કર્યા પછી સમગ્ર બનાવની વિગતવાર ચર્ચા કરી હતી. ગૃહ પ્રધાને અધિકારીઓને ઘાયલ લોકોને તાત્કાલિક સુવિધા પૂરી પાડવાી સાથે બચાવ અને રાહત કાર્ય ઝડપી બનાવવાના આદેશ આપ્યા હતા. 

1,600 ડિગ્રીના તાપમાનનો શિકાર બન્યા મજૂરો
અધિકારીએ કહ્યું હતું કે આ દુર્ઘટના સ્ટીલ પ્લાન્ટના એસએમએસ-2 અને એસટીસી-3 હીટ એફજી વિભાગ ઘટી હતી. ક્રેઈન મારફત લિક્વિડ સ્ટીલને ઉપર ઊઠાવવામાં આવ્યું હતું, ત્યારે લગભગ 1,600 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાનથી ઉકળી રહેલા મેટલ લિક્વિડ લીક થયું હતું, જેને કારણે ગરમ સ્ટીલ મજૂરો ઉપર પડ્યું હતું, જ્યારે મજૂરો ડરના માર્યા ત્યાંથી બહાર નીકળવા માટે દોડાદોડી કરી મૂકી હતી.

સ્ટીલ ઉત્પાદન યુનિટમાં સુરક્ષા મુદ્દે ગંભીર સવાલ
આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો અને સંબંધિત પીડિતોને ઝડપથી કામકાજ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુરક્ષા કર્મચારીએ કહ્યું હતું કે સંબંધિત અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે, જ્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં લેવામાં આવી છે, જ્યારે ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ઉપચાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે, આ દુર્ઘટનાને કારણે ભારે ઉદ્યોગો અને સ્ટીલ ઉત્પાદન યુનિટમાં સુરક્ષાના માપદંડ અંગે ગંભીર સવાલો ઊભા કરવામાં આવ્યા છે.