Thu May 07 2026

Logo

ગ્રહોના સેનાપતિ મંગળનું મહાગોચર, પોતાની જ રાશિમાં પ્રવેશ કરીને આ ચાર રાશિના જાતકોને બનાવશે માલામાલ...

2026-05-07 16:39:18
Author: Darshana Visaria
Article Image

મે મહિનામાં ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળ દેવ આગામી 11મી મે 2026ના રોજ પોતાની સ્વરાશિ મેષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. 11મી મેના રોજ બપોરે 12.47 કલાકે થનારું આ ગોચર અત્યંત ખાસ છે, કારણ કે તે દિવસે મંગળવાર જ છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળને સાહસ, ઉર્જા અને જમીન-મિલકતના કારક માનવામાં આવે છે, તેથી આ પરિવર્તનથી ચાર રાશિના જાતકોના જીવનમાં સુવર્ણ સમય શરૂ થઈ શકે છે. આ ગોચર ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થશે. આ સમયગાળા દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓની એકાગ્રતા વધશે અને સફળતા મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે. ચાલો જોઈએ આખરે કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...

મેષ: 

મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો લાભદાયી રહેવાનો છે. મંગળ તમારી જ રાશિમાં પ્રવેશ કરી રહ્યો હોવાથી તમારો આત્મવિશ્વાસ સાતમા આસમાને હશે. આર્થિક રીતે તમે ખૂબ જ મજબૂત બનશો. જો લાંબા સમયથી જમીન કે મિલકતને લગતા કોઈ વિવાદ ચાલી રહ્યા હોય, તો તેનો સુખદ ઉકેલ આવશે. નવું ઘર ખરીદવાનું સપનું આ સમયગાળામાં પૂરું થઈ શકે છે.

સિંહ: 

સિંહ રાશિના જાતકો માટે આ ગોચર માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો કરનારું રહેશે. કાર્યસ્થળ પર તમારી પકડ મજબૂત થશે અને પ્રમોશનની સાથે પગાર વધારાના પણ મજબૂત યોગ છે. આ દરમિયાન તમે નવું વાહન કે કોઈ મોટી સંપત્તિ ખરીદી શકો છો. જીવનસાથી સાથેના સંબંધોમાં મીઠાશ આવી રહી છે. 

વૃશ્ચિક: 

મંગળનું આ ગોચર વૃશ્ચિર રાશિના જાતકો આવકના નવા સ્ત્રોત ઉભા કરશે. જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો આ શ્રેષ્ઠ સમય છે. વ્યાપારમાં નવી શરૂઆત કરવા માટે નસીબ તમારો સાથ આપશે અને આર્થિક લાભ થવાની પૂરી સંભાવના છે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. 

કર્ક: 

કર્ક રાશિના જાતકો માટે આ સમયગાળો અનુકૂળ રહેલાનો છે. આ સમયે તમારા ચોથા ભાવમાં મંગળનો પ્રભાવ હોવાથી પારિવારિક જીવનમાં સુખ-શાંતિ જળવાશે. જૂની માનસિક કે શારીરિક સમસ્યાઓથી તમને રાહત મળશે. આર્થિક સ્થિતિમાં ક્રમશઃ સુધારો જોવા મળશે અને જમીન સાથે જોડાયેલા કામોમાં સફળતા મળશે.