Wed Jun 24 2026

Logo

ગ્રહોના સેનાપતિ મંગળ કરશે કુંભ રાશિમાં ગોચર, ચાર રાશિના જાતકો માટે શરૂ થશે ગોલ્ડન પીરિયડ...

2026-02-20 16:26:33
Author: Darshna Visaria
Article Image

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફેબ્રુઆરી 2026નો અંતિમ સપ્તાહ ગ્રહ દશાની દૃષ્ટિએ અત્યંત મહત્વનો સાબિત થવાનો છે. 23 ફેબ્રુઆરીએ સાહસ અને શક્તિનો કારક મંગળ ગોચર કરીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં પહેલેથી જ બુધ બિરાજમાન છે, જ્યારે ગ્રહોના રાજા સૂર્ય 15 માર્ચ સુધી અને રાહુ ડિસેમ્બર 2026 સુધી અહીં ડેરા જમાવીને બેઠા છે. મંગળના આ ગોચરથી કુંભ રાશિમાં ગ્રહોનું મોટું મિલન થશે, જે તમામ રાશિઓ પર અસર કરશે. જોકે, 4 રાશિના જાતકોને કરિયર અને આર્થિક મોરચે જબરદસ્ત ફાયદો થવાના સંકેત છે.

મેષઃ

મેષ રાશિના જાતકો માટે મંગળનું આ ગોચર લાભદાયી સાબિત થવાનું છે. મંગળનું આ ગોચર મેષ રાશિના જાતકો માટે ધનલાભના યોગ બનાવી રહ્યું છે. માતા-પિતા અથવા પરિવાર તરફથી મોટી આર્થિક મદદ મળી શકે છે. જો તમે વેપારી હોવ, તો કોઈ નવી અને મોટી ડીલ ફાઈનલ કરવાની તક મળી શકે છે.

વૃષભઃ

વૃષભ રાશિના જાતકો માટે કરિયરમાં પ્રગતિ અને સુખ-સુવિધાઓમાં વધારો થશે. અચલ સંપત્તિમાં વધારો થવાના યોગ છે. નવા સ્ત્રોતો દ્વારા ધન પ્રાપ્તિ થશે. લગ્નજીવન મધુર રહેશે અને સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી આ સમયે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. 

વૃશ્ચિકઃ

વૃશ્ચિક રાશિના જાતકોને જમીન અને મકાન સંબંધિત બાબતોમાં મોટો ફાયદો થઈ શકે છે. મિલકતમાં વધારો થશે અને માતાનો પૂરો સહયોગ મળશે. જે લોકો નવી ગાડી ખરીદવાની યોજના બનાવી રહ્યા છે, તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે. અણધાર્યા નાણાં મળવાના પણ યોગ છે. સંતાનના કરિયરને લઈને કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો. 

મકરઃ

મંગળનું ગોચર મકર રાશિના જાતકોના જીવનમાં સુખ-સુવિધાઓ અને આત્મવિશ્વાસ વધારશે. તમે ધાર્મિક અને સામાજિક આયોજનોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશો. વધેલા આત્મવિશ્વાસને કારણે તમે કરિયર કે રોકાણ બાબતે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો, જે ભવિષ્યમાં લાભદાયી નીવડશે. આ ગ્રહ પરિવર્તન તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા અને પ્રગતિના નવા માર્ગો ખોલશે.