Thu Oct 08 2026

Logo

સીઇસીના રાજીનામાની માંગ સાથે વિપક્ષે રાષ્ટ્રપતિને મળવાનો સમય માંગ્યો, મમતા બેનર્જી પણ દિલ્હી પહોંચશે

2026-10-08 15:46:59
Author: Chandrakant Kanoja
સીઇસીના રાજીનામાની માંગ સાથે વિપક્ષે રાષ્ટ્રપતિને મળવાનો સમય માંગ્યો, મમતા બેનર્જી પણ દિલ્હી પહોંચશે

નવી દિલ્હી: દેશમાં મુખ્ય ચૂંટણી કમિશ્નરના રાજીનામાની માંગ સાથે નવી દિલ્હીમાં વિપક્ષ દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેમાં સામેલ થવા માટે મમતા બેનર્જી પણ દિલ્હી પહોંચશે. તેમણે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સાથે કરેલી ઘટનાની નિંદા કરતાં મહિલાના સન્માન પર ભાર મૂક્યો હતો. 

બંગાળના લોકો ઈચ્છે છે કે મારે દિલ્હી આંદોલનમાં સામેલ થવું  

આ અંગે મમતા બેનર્જીએ કહ્યું કે ઇન્ડી ગઠબંધનના નેતાઓએ તારીખ 8 અને 9 ના રોજ  રાષ્ટ્રપતિને મળવાનો સમય માંગ્યો હતો. આ યાદીમાં મારું પણ નામ સામેલ છે. તેમજ આ આંદોલનથી દુર રહેવું યોગ્ય નથી. તેમજ બંગાળના લોકો ઈચ્છે છે કે મારે દિલ્હી આંદોલનમાં સામેલ થવું  જોઇએ. 

અત્યારે પૂજાનો સમય છે છતાં પ્રવાસ કરવો પડશે

તેમણે વધુમાં જણાવ્યું કે, અત્યારે પૂજાનો સમય છે અને તમામ લોકો તેમાં વ્યસ્ત છીએ. તેમ છતાં માટે પ્રવાસ કરવો પડશે. તેથી, જો રાષ્ટ્રપતિ મુલાકાતનો સમય આપે તો સારું પણ જો હું ત્યાં હાજર ન હોઉં તો તે યોગ્ય નહીં લાગે એટલે જ હું જઈ રહી છું. તેમ મને ખબર નથી કે ત્યારબાદ અન્ય કયા કાર્યક્રમો હશે.

આંદોલનમાં ખૂબ જ જુલમ થયા

ઇન્ડી ગઠબંધનના વિરોધ પ્રદર્શન અંગે ટિપ્પણી કરતા જણાવ્યું કે, આ આંદોલનમાં ખૂબ જ જુલમ થયા છે. તેમજ સમગ્ર દેશના કોઇને પણ કોઇનો વિરોધ કરવાનો અધિકાર છે. પરંતુ પ્રિયંકા ગાંધી સાથે જે થયું તે યોગ્ય નથી. દરેકના પરિવારમાં બહેનો, માતાઓ અને બાળકો હોય છે. આપણે મહિલાઓનું સન્માન કરવું જોઈએ.

પીઢ અભિનેતા નાના પાટેકરના નિધન પર શોક વ્યક્ત કર્યો

આ ઉપરાંત તેમણે પીઢ અભિનેતા નાના પાટેકરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું કે  નાના પાટેકર દેશ માટે ગૌરવ સમાન હતા. તેમણે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી હતી અને તેઓ આપણા સૌમાં લોકપ્રિય હતા. 

સીજેપીના વિરોધ પ્રદર્શન અંગે કોઇ ટિપ્પણી ના કરી 

આ ઉપરાંત તેમણે સીજેપી દ્વારા પ્રસ્તાવિત 10 ઓકટોબર માટે પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન અંગે બેનર્જીએ જણાવ્યું હતું કે, તેઓ આ તબક્કે તેમની રણનીતિ વિશે કોઈ ટિપ્પણી કરી શકે તેમ નથી. તેમણે કહ્યું, અમે રણનીતિ વિશે કંઈ કહી શકતા નથી. તેમણે મને આમંત્રણ આપ્યું હતું પરંતુ અમારા સંબંધો ' જેન જી'  સાથે છે.