કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ભાજપે મુખ્યમંત્રીના શપથ ગ્રહણની તૈયારીઓ આરંભી છે. તો બીજી તરફ મમતા બેનર્જીએ ફરી એક વાર આકરા તેવર દર્શાવ્યા છે. તેમજ કહ્યું છે કે હું રાજીનામું નહિ આપું. અમે હાર્યા નથી અમને હરાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળ પોલીસ, CRPF, ભાજપ તરફી મુખ્ય ચૂંટણી અધિકારી અને ચૂંટણી પંચની નિંદા કરું છું. 1,500 થી વધુ પાર્ટી કાર્યાલયો પર બળજબરીથી કબજો કરવામાં આવ્યો હતો. મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. મને છાતીમાં દુખાવો પણ થયો હતો.
આ મુદ્દો આંતરરાષ્ટ્રીય અદાલતમાં લઈ જઈશું.
મમતા બેનર્જીએ વધુમાં જણાવ્યું કે, આ ચૂંટણી નહોતી પરંતુ અત્યાચાર હતો. અમે રવિન્દ્ર જયંતિ પર અમારું અભિયાન શરૂ કરીશું. અમે હારીશકીએ છીએ પરંતુ અમે લડતા રહીશું. મેં તેમને નૈતિક રીતે હરાવ્યા છે અને જરૂર પડશે તો આ મુદ્દો આંતરરાષ્ટ્રીય અદાલતમાં લઈ જઈશું.
મને સસ્પેન્ડ કરવામાં આવે
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નવા ચૂંટાયેલા ટીએમસી ધારાસભ્યો સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે, બંગાળ પછી ઇન્ડી ગઠબંધન ટીમ હવે એક થઈ ગઈ છે. હું રાજીનામું નહીં આપું. હું ઇચ્છું છું કે મને સસ્પેન્ડ કરવામાં આવે અને આ દિવસને કાળા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
વિધાનસભા સત્રના પહેલા દિવસે કાળો પોશાક પહેરો
તેમણે ધારાસભ્યોને કહ્યું આપણે મજબૂત રહેવાનું છે. તેમજ વિધાનસભા સત્રના પહેલા દિવસે કાળો પોશાક પહેરો. જેમણે વિશ્વાસઘાત કર્યો છે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવશે. ભલે આપણે હારી ગયા પણ આપણે લડતા રહીશું.