માલેગાંવ: શહેરમાં બનેલી એક ઘટનાએ રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. સ્થાનિક નાગરિકો દ્વારા વોર્ડમાં બંધ પડેલી સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા માટે વારંવાર માંગ કરવામાં આવી રહી હતી.
આ બાબતે ફરિયાદ કરવા આવેલા લોક સંઘર્ષ સમિતિના લુકમાન કમાલ સહિત વોર્ડના કેટલાક મુસ્લિમ નાગરિકોએ મહાનગરપાલિકાના વીજ વિભાગની ઓફિસમાં સામૂહિક નમાઝ અદા કરી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે નમાઝનો સમય થઈ ગયો હોવાથી નાગરિકોએ ઓફિસમાં જ નમાઝ પઢી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રાજકીય વર્તુળોમાં તીખી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
Namaz at Malegaon Govt Office
— Kirit Somaiya (@KiritSomaiya) February 25, 2026
Employees & Activists had Namaj at MALEGAON Municipal Office Premises. They also uploaded Video on Social Media
Police & Municipal Officials confirmed such ilegal behaviour
I requested CM @Dev_Fadnavis to take strict action pic.twitter.com/PuVRra2dwJ
સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, સંબંધિત વોર્ડમાં ઘણા દિવસોથી સ્ટ્રીટ લાઈટો બંધ છે. જેના કારણે રાતના સમયે અકસ્માત, ચોરી અને અસુરક્ષિતતાનો ભય ઉભો થયો છે. રહેવાસીઓનો આરોપ હતો કે મહાનગરપાલિકાના વીજ વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી રોષે ભરાયેલા નાગરિકોએ આંદોલનનો આ અનોખો માર્ગ અપનાવ્યો હોવાનું કહેવાય છે.
ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ આ ઘટનાની ગંભીર નોંધ લઈ મહાનગરપાલિકા કમિશનર તેમ જ પોલીસ અધિકારીઓને કડક કાર્યવાહીની માંગ કરી હતી. સરકારી ઇમારત હોય તેવી ઓફિસમાં આ પ્રકારે નમાઝ પઢવી અયોગ્ય હોવાનો દાવો કરતા, તેમણે સંબંધિત વ્યક્તિઓ સામે ગુનો નોંધવાની માંગ કરી હતી.