Sun Sep 06 2026

Logo

રાજ્યમાં ભાજપને વધુ ચાર વિધાનસભ્યો મળશે, રેસમાં કોણ-કોણ

2026-04-02 21:18:34
Author: Vipul Vaidya
રાજ્યમાં ભાજપને વધુ ચાર વિધાનસભ્યો મળશે, રેસમાં કોણ-કોણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપને ચાર બેઠકો મળવાની શક્યતા છે અને ઉમેદવારી માટે જોરદાર સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. રાજ્યસભાની બેઠકો ન મેળવનારા નેતાઓએ પણ હવે વિધાન પરિષદ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.રાજ્યમાં આગામી વિધાન પરિષદની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં વાતાવરણ ગરમાઈ રહ્યું છે. વિધાન પરિષદની ચૂંટણીમાં ખાલી પડેલી નવ બેઠકોમાંથી ચાર બેઠકો ભાજપને જઈ રહી છે. ભાજપના નેતાઓએ આ ચાર બેઠકો માટે મજબૂત દાવેદારો શોધી રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં તક ન મળી શક્યા તેવા નેતાઓએ હવે વિધાન પરિષદ માટે પોતાનું નસીબ અજમાવવાનું શરૂ કરી દીધું છે. આ ઉપરાંત, એવું પણ જાણવા મળ્યું છે કે વિધાનસભામાં હારેલા કેટલાક નેતાઓ પણ વિધાન પરિષદની બેઠક મેળવવામાં રસ ધરાવે છે.ચાર બેઠકો માટે રેસમળતી માહિતી અનુસાર, આગામી વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપને સંખ્યાબળને આધારે ચાર બેઠકો મળવાની શક્યતા છે. આ ચાર બેઠકો માટે ભાજપમાં ઉમેદવારોની મોટી ભીડ જામી છે. આમાં, નિમ્બાળકર, રામ સાતપુતે અને કેશવ ઉપાધ્યેના નામ મુખ્યત્વે મોખરે છે. મે મહિનામાં વિધાન પરિષદની કેટલીક બેઠકો ખાલી થઈ રહી છે, અને ભાજપે આ માટે પોતાની રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે.

શું જૂના ચહેરાઓને ફરીથી તક મળશે?
સૂત્રોએ માહિતી આપી છે કે કેશવ ઉપાધ્યે, માધવી નાઈક, રણજીત સિંહ નિમ્બાળકર, રામ સાતપુતે અને કેટલાક અન્ય લોકો વિધાન પરિષદમાં રસ ધરાવે છે. રણજીતસિંહ મોહિતે-પાટિલ, સંદીપ જોશી, દાદારાવ કેચે અને સંજય કીણેેકરની બેઠકો ખાલી થવાને કારણે આ બેઠકો પર ચૂંટણી થવાની છે, ત્યારે આ લોકોને ફરીથી તક મળશે કે નહીં તે સવાલ પણ મહત્ત્વનો છે. એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં વિધાન પરિષદની ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના છે. 13 મેના રોજ વિધાન પરિષદની 9 બેઠકો ખાલી થશે. એવું લાગે છે કે ભાજપને તેમાં 4 બેઠકો મળશે.

રાજ્યસભામાં ચૂકી ગયેલા ઉમેદવારીની દોડમાં
જે નેતાઓને રાજ્યસભાનું નોમિનેશન મળવાની અપેક્ષા હતી પરંતુ તે મેળવી શક્યા નહીં, તેમણે હવે વિધાન પરિષદ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ ઉમેદવારોએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સમક્ષ પોતાના દાવા રજૂ કરવાનું શરૂ કરી દીધું છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપનું મોવડીમંડળ કોને ઉમેદવાર બનાવશે તે જોવાનું મહત્વપૂર્ણ બની રહેશે.