Fri Sep 04 2026

Logo

ખુલ્લા પગે મેરેથોન જીતનાર રમાબાઈની મદદે આવી મહારાષ્ટ્ર સરકાર, દીકરીઓના શિક્ષણનો ખર્ચ ઊઠાવશે

2026-09-01 20:32:19
Author: Mumbai Samachar Team
ખુલ્લા પગે મેરેથોન જીતનાર રમાબાઈની મદદે આવી મહારાષ્ટ્ર સરકાર, દીકરીઓના શિક્ષણનો ખર્ચ ઊઠાવશે

મુંબઈઃ મહારાષ્ટ્રના અંબાજોગાઈમાં યોજાયેલી મેરેથોનમાં ચપ્પલ વારંવાર લપસતા હોવાથી રમાબાઈ રણવીરે પગરખાં હાથમાં લઈ ખુલ્લા પગે દોડીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. દીકરીઓના અભ્યાસનો ખર્ચ કાઢવા માટે 3,000 રૂપિયાનું ઈનામ જીતનાર આ માતાની પ્રેરણાદાયી કહાની સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મહારાષ્ટ્ર સરકારે તેમની મદદ માટે હાથ લંબાવ્યો છે. હવે રાજ્ય સરકાર રમાબાઈની બંને દીકરીઓના શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવશે, જેથી તેમના ઉજ્જવળ ભવિષ્યમાં આર્થિક તંગી અડચણ નહીં બને.

રમાબાઈ રણવીર ખુલ્લા પગે મેરેથોન દોડીને પ્રથમ સ્થાન મેળવ્યા બાદ ચર્ચામાં આવી ગયા છે. પોતાની બે દીકરીઓના અભ્યાસ માટે તેમણે અંબાજોગાઈમાં યોજાયેલી દોડ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમની ચપ્પલો વારંવાર લપસી રહી હતી, તેથી તેમણે ચપ્પલો હાથમાં લઈ ઉઘાડા પગે દોડવાનું શરૂ કર્યું હતું. તેમ છતાં તેમણે હિંમત ન હારી અને યુવા દોડવીરોને પાછળ છોડીને રેસ જીતી લીધી હતી.

રમાબાઈએ આ મેરેથોનમાં પ્રથમ સ્થાન મેળવીને 3,000 રૂપિયાનું રોકડ ઇનામ જીત્યું હતું. તેમણે આ રકમ પોતાની દીકરીના અભ્યાસ માટે ઉપયોગમાં લેવાનો નિર્ણય કર્યો છે. રમાબાઈની આ સંઘર્ષભરી કહાની સામે આવ્યા બાદ તેમની હિંમત અને જુસ્સાની સોશિયલ મીડિયા સહિત અનેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે.

રમાબાઈની આ કહાની સામે આવ્યા બાદ હવે મહારાષ્ટ્ર સરકાર પણ તેમની મદદ માટે આગળ આવી છે. રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે રમાબાઈ રણવીરની બે દીકરીઓના અભ્યાસનો ખર્ચ સરકાર ઉઠાવશે. આ નિર્ણયથી રમાબાઈને મોટી રાહત મળવાની છે અને તેમની દીકરીઓના શિક્ષણમાં આર્થિક મુશ્કેલી અડચણ નહીં બને. 
રમાબાઈની આ દોડ માત્ર મેરેથોન જીતવા માટેની નહોતી, પરંતુ પોતાની દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટેનો તેમનો સંઘર્ષ હતો. આ જ કારણસર તેમની કહાની લોકો માટે પ્રેરણારૂપ બની છે.

તાજેતરમાં અંબાજોગાઈમાં એક મેરેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રમાબાઈએ પણ ભાગ લીધો હતો. દોડ દરમિયાન તેમના પગરખાં પગમાંથી વારંવાર લપસી રહ્યા હતા. આવી સ્થિતિમાં તેમણે પગરખાં હાથમાં લઈ લીધા અને ખુલ્લા પગે દોડવાનું શરૂ કર્યું. રસ્તાની મુશ્કેલીઓ અને પગમાં ચપ્પલ ન હોવા છતાં રમાબાઈએ પોતાની દોડની ગતિ ઓછી થવા દીધી નહોતી. તેમણે અનેક યુવા દોડવીરોને પાછળ છોડ્યા અને અંતે રેસમાં પ્રથમ સ્થાન મેળવ્યું. જીત બદલ તેમને 3,000 રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું.

પોતાની કહાનીને મળેલી પ્રસિદ્ધિ અને લોકોના સમર્થન અંગે રમાબાઈએ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેઓ પોતાની બે દીકરીઓના અભ્યાસનો ખર્ચ ઉઠાવવામાં અસમર્થ હતા. અંબાજોગાઈની રનિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યા બાદ ચપ્પલ હાથમાં લઈને ઉઘાડા પગે દોડવાની તેમની કહાની સામે આવી અને તેને અનેકે લોકોએ ખુબ બિરદાવ્યા. રમાબાઈએ આ અંગે આભાર વ્યક્ત કર્યો હતો. 

મહારાષ્ટ્ર સરકાર દ્વારા હવે તેમની દીકરીઓના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાનો નિર્ણય લેવામાં આવતા રમાબાઈ માટે આ એક મોટી મદદ સાબિત થશે. પોતાની દીકરીઓના ભવિષ્ય માટે ખુલ્લા પગે દોડનાર માતાની મહેનતને હવે સરકારી સહયોગ મળ્યો છે.