Wed Sep 16 2026

Logo

લખનઉના વિકાસ નગરમાં ઝૂંપડપટ્ટીમાં લાગી ભયાનક આગ, 1000થી વધારે ઝૂંપડાઓ બળીને ખાખ

2026-04-16 10:15:00
Author: Vimal Prajapati
લખનઉના વિકાસ નગરમાં ઝૂંપડપટ્ટીમાં લાગી ભયાનક આગ, 1000થી વધારે ઝૂંપડાઓ બળીને ખાખ

લખનઉઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના વિકાસ નગર વિસ્તારમાં એલપીજી સિલેન્ડર વિસ્ફોટ થયો આગ લાગી હતી. ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગથી 10 કિમી દૂર સુધી આગના જોવા મળ્યાં હતાં. ફાયર બ્રિગેડની 10થી વધુ ટીમોને આગ બુઝાવવા માટે મહેનત કરવી પડી રહી છે. આગની કારણે કારણે કેટલા લોકોના મોત થયાં તે અંગે હજી સત્તાવાર રીતે કોઈ વિગતો આપવામાં આવી નથી. પરંતુ 1000 થી વધારે ઝુંપડાઓ આગની ચપેટમાં આવી હોવાના કારણે બળીને ખાખ થઈ ગઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

સિલેન્ડર બ્લાસ્ટ થતા વિકરાળ આગ લાગી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઝૂંપડપટ્ટીમાં રસોઈ દરમિયાન એક સિલેન્ડરમાંથી ગેસ લીક થયો અને આગ લાગી ગઈ. તરત જ વિસ્ફોટ થયો, જેનાથી આજુબાજુની ઝૂંપડીઓમાં આગ ફેલાઈ. ચારથી પાંચ સિલેન્ડરોમાં વિસ્ફોટ થયા, જેનાથી આગ વધારે વિકરાળ બની હતી. સ્થાનિક લોકો અને રહાકાશીઓ ભાગીને જીવન બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતાં. નજીકના હુસૈનિયા પર પણ ધુમાડાનો પ્રભાવ પડ્યો હતો. ફાયર બ્રિગેડે બે કલાકની કડક મહેનત પછી આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. 

 

આ ઘટનાથી વિકાસ નગર વિસ્તારમાં આવેલ 1000થી વધારે ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગઈ છે. આ દરમિયાન અનેક બાળકો અને લોકો ઘરોમાં ફસાયેલા હોવાની પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આગનું કારણ ગેસ લીક હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તપાસ ચાલી રહી છે. રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવી છે. અને લોકોને રહેવા માટે વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરી આપવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે. 

આગની ઘટના અંગે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ ચિંતા વ્યક્ત કરી છે. આ સાથેસ ઘટનાની ગંભીરતાને જોતા તેમણે સંબંધિત અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવાનો આદેશ આપ્યો હતો. આ સાથે પ્રભાવિત લોકોને સંભવ એટલી બધી સહાય આપવામાં આવે તેવી ખાતરી પણ આપવામાં આવી છે.