જયપુર: મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની ભારતમાં પણ અસર જોવા મળી રહી છે. જેમાં ક્રૂડ ઓઇલ અને એલપીજીના ઉપલબ્ધ જથ્થામાં ઘટાડો થઇ રહ્યો છે. જેમાં રાજસ્થાનની રાજધાની જયપુરમાં એલપીજી અછત ઉભી થઇ છે. જેમાં લીધે રિક્ષા અને કાર ચાલકોની મુશ્કેલીઓ વધી છે. આ અંગે મળતી માહિતી મુજબ એલપીજીની અછતના લીધે અનેક રિક્ષાઓ બંધ પડી છે.
LPG પંપો પર વહેલી સવારથી જ લાંબી કતારો
એલપીજીની અછતના લીધે શહેરના LPG પંપો પર વહેલી સવારથી જ લાંબી કતારો લાગી રહી છે. વાહનચાલકોને ફક્ત તેમના ગેસ ટેન્ક રિફિલ કરાવવા માટે 3 થી 4 કલાક રાહ જોવી પડી રહી છે. ઓટો-રિક્ષા ડ્રાઇવર જણાવે છે કે સવારે 6:00 વાગ્યે લાઇનમાં લાગ્યા બાદ તેમને બપોર સુધીમાં મર્યાદિત માત્રામાં ગેસ મળે છે.
લાંબા અંતરના ભાડા સ્વીકારવાનો પણ ઇનકાર
ઓટો-રિક્ષા ડ્રાઇવરો જણાવે છે કે રૂપિયા 250 ના ગેસના કારણે હાલમાં તેમના વાહનો 50 થી 100 કિલોમીટર ચાલી શકે છે. જેની તેમની દૈનિક કમાણી પર અસર પડી રહી છે. ઘણા વાહનચાલકો લાંબા અંતરના ભાડા સ્વીકારવાનો પણ ઇનકાર કરી રહ્યા છે.કારણ કે તેમને પરત ફરતી વખતે ગેસ ખતમ થવાનો સતત ભય રહે છે.