સિંગર કિંજલ રબારીનો વિવાદ હજી શાંત નથી થયો. આ વિવાદમાં અનેક લોકોના નિવેદનો પણ પ્રકાશમાં આવ્યાં છે. ભાગીને લગ્ન કર્યાં બાદ રબારી સમાજે કિંજલ રબારીનો ભારે વિરોધ કર્યો હતો, અને ગમે ત્યાંથી શોધી કાઢવાની વાતો પણ કરી હતી. તેવામાં કિંજલ રબારી ઘરે આવી ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. અત્યારે કિંજલ રબારીએ નવો વીડિયો વાયરલ કર્યો છે તેમાં તેણે ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે.
મેં જે પગલું ભર્યું હતું તે પગલું ખોટુ હતુંઃ કિંજલ રબારી
કિંજલ રબારીએ વીડિયો વાયરલ કરતા કહ્યું કે, હું કિંજલ રબારી મારા નામે હાલ જે વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે કહેવા માગું છું કે, હું મારી રાહ ભટકી જે પગલું ભરેલું તે પગલું ખોટુ હતું માટે હું રાજી ખુશી થી મારા પરિવારનો સપર્ક કરી મારા પરિવાર પાસે આવી ગયેલી છું અને હું કાયમ માટે મારા પરિવાર સાથે હળીમળી ને રહેવા માંગુ છું.
કિંજલ રબારીનું નવું નિવેદન, કહ્યું - હું મારી રાહ ભટકી જે પગલું ભરેલું તે પગલું ખોટુ હતું#kinjalrabari #ViralVideo pic.twitter.com/C3ZzPvEpba
— MG Vimal ✍️ - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) March 15, 2026
કિંજલ રબારીના નામે વીડિયો શેર કરતા લોકોને કરી વિનંતી
વધુમાં કહ્યું કે, મારા માલધારી સમાજના દરેક આગેવાનોને અને ભાઈઓને અને સર્વે આઢારે આલમના મારા ચાહક મિત્રોને વિનંતી કરવા માગું છું કે કોઈએ મારા અંગે ખોટી વાતો કે અફવાઓ ફેલાવવી નહીં અને કોઈ ખોટી વાતો આફવાઓમાં આવવું નહીં. એટલું જ નહીં પરંતુ જે લોકો કિંજલ રબારીના નામે સોશિયલ મિડિયાના એકાઉન્ટ ચાલવી રહ્યા છે, તેમને તમામ વીડિયો ડિલીટ કરી દેવા માટે પણ વિનંતી કરી છે. કિંજલ રબારી દ્વારા અત્યારે આ વીડિયો શેર કરવામાં આવ્યો તે ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે.