Thu Sep 03 2026

Logo

‘બેટિંગ લાઈન અપ ગાયબ...’ ફાઈનલ મેચ દરમિયાન દિલ્હી, અમદાવાદ અને UP પોલીસની રમુજી પોસ્ટ વાયરલ!

2026-03-09 14:53:33
Author: Savan Zalariya
‘બેટિંગ લાઈન અપ ગાયબ...’ ફાઈનલ મેચ દરમિયાન દિલ્હી, અમદાવાદ અને UP પોલીસની રમુજી પોસ્ટ વાયરલ!

અમદાવાદ: ગઈ કાલે રવિવારે અમદવાદના શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવીને ભારતે ટાઈટલ જીત્યું. પહેલા ભારતીય ટીમના બેટર્સે વિસ્ફોટક બેટિંગ કરી હતી, ત્યાર બાદ ભારતીય બોલર્સે શાનદાર બોલિંગ કરીને ન્યુઝીલેન્ડની એક પછી એક વિકેટ ખેરવી હતી. આ મેચ દરમિયાન ત્રણ રાજ્યોનાં પોલિસ વિભાગે પણ સોશિયલ મીડિયા પર મેચ અંગે રમુજી પોસ્ટ કરી હતી.   
મેચ દરમિયાન દિલ્હી, અમદાવાદ અને ઉત્તર પ્રદેશના પોલીસ તેમના સત્તાવાર X હેન્ડલ્સ પરથી રમૂજી પોસ્ટ કરી હતી હતી.  

દિલ્હી પોલીસે મજાક શરુ કરી:

પહેલા બેટિંગ કરી રહેલી ભારતીય ટીમના બેટર્સ એક બાદ એક બોલને બાઉન્ડ્રીને પાર પહોંચાડી રહ્યા હતાં, ત્યારે દિલ્હી પોલીસે અમદાવાદ પોલીસને ટેગ કરીને મજાક શરૂ કરી હતી. પોસ્ટમાં દિલ્હી પોલીસે લખ્યું, "પ્રિય @AhmedabadPolice, તમને કિવીઓ તરફથી બોલ ગુમ થવાની ફરિયાદો મળી શકે છે. તેને ગંભીરતાથી ન લેવા વિનંતી... આપણા બેટર્સ બોલને સ્ટેન્ડમાં મોકલી રહ્યા છે."

અમદાવાદ પોલીસે તુરંત દિલ્હી પોલીસને તુરંત જવાબ આપ્યો, "આ બાબત અમારા ધ્યાન પર લાવવા બદલ આભાર. આ બાબતની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કરવામાં આવી છે." 

ઉત્તર પ્રદેશ પોલીસ પણ કુદી પડી:

આ મજાકમાં ઉત્તર પ્રદેશ પોલીસ પણ કુદી પડી, ઉત્તર પ્રદેશ પોલીસ કેસની અપડેટ સાથે પોસ્ટ કરી. ઉત્તર પ્રદેશ પોલીસે લખ્યું હતું, "કેસ સ્ટેટસ અપડેટ. પહેલાની ફરિયાદ-બોલ ગુમ થઈ રહ્યો છે. નવી ફરિયાદ- આખી બેટિંગ લાઇનઅપ ગુમ થઈ રહી છે. અમારું મૂલ્યાંકન-આ કાયદો અને વ્યવસ્થાની સમસ્યા નથી. આ બુમરાહને કારણે થઇ રહ્યું છે."