Wed Sep 09 2026

Logo

અમદાવાદ બાદ દીપડો સુરતના હજીરામાં દેખાયો, ભયનો માહોલ

2026-07-28 19:00:49
Author: Pooja Shah
અમદાવાદ બાદ દીપડો સુરતના હજીરામાં દેખાયો, ભયનો માહોલ

અમદાવાદઃ શહેરના બે વિસ્તારોમાં દીપડો દેખાયા બાદ હવે સુરતના હજીરામાં પણ દીપડાએ દેખા દેતા ભય વ્યાપ્યો છે. સુરતના હજીરા સ્થિતિ ઓએનજીસી પ્લાન્ટની આસપાસના વિસ્તારમાં ફરી એકવાર દીપડો દેખાયો હોવાના અહેવાલો મળ્યા હતા. 27મી જુલાઈના રાત્રે  ઓદ્યોગિક વિસ્તારમાં વન્ય પ્રાણીની હાજરી આસપાસ રહેતા લોકોમાં ભય ફેલાવ્યો છે. 

મળતી માહિતી અનુસાર અહીંના ઓએનજીસી પ્લાન્ટની આસપાસ સીસીટીવી કેમેરામાં દીપડો દેખાયો હતો. મોડી રાત્રે દીપડાએ એક લટાર આ વિસ્તારમાં મારી હતી. જોકે સુરક્ષાકર્મીઓને સીસીટીવી કેમેરા ચેક કરતા આ વાતની જાણ થઈ હતી. તેમણે વનવિભાગને આ અંગે માહિતગાર કર્યા હતા. 

વન વિભાગે આસપાસના વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતું અને પ્લાન્ટ નજીક એક પાંજરુ રાખ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ સાથે અહીં રહેતા કર્મચારીઓ, તેમના પરિવારો કે અન્ય રહેવાસીઓને પણ સતર્ક રહેવા, દીપડો દેખાય તો કોઈપણ જાતનો અટકચાળો ન કરતા વન વિભાગને જાણ કરવાની સ્પષ્ટ સૂચના આપી હતી.