Tue Sep 15 2026

Logo

છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી રૂ. ૩,૭૨૭ કરોડનું ડ્રગ્સ પકડાયું, સરકારના મતે દેશમાં ડ્રગ્સ ક્રાઈમ રેટ રાજ્યમાં સૌથી ઓછો

2026-02-25 15:34:00
Author: Pooja Shah
છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી રૂ. ૩,૭૨૭ કરોડનું ડ્રગ્સ પકડાયું, સરકારના મતે દેશમાં ડ્રગ્સ ક્રાઈમ રેટ રાજ્યમાં સૌથી ઓછો

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં છાશવારે ડ્રગ્સ પકડાતું રહે છે. રાજ્ય સરકારે આ અંગે વિધાનસભામાં આપેલી માહિતી દ્વારા જાણવા મળતા આંકડા ચોંકાવનારા છે. આ અંગે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે કચ્છ જિલ્લામાં ડ્રગ્સ સોદાગરોની રૂ. ૩૨.૨૦ કરોડની મિલકતો પણ જપ્ત કરી છે. એટલું જ નહીં, ડ્રગ્સના વેપાર સાથે જોડાયેલા તત્વોના ગેરકાયદે બાંધકામો પર પણ 'દાદાનું બુલડોઝર' ફેરવી દેવામાં આવ્યું છે. ગુજરાત પોલીસે અન્ય રાજ્યોની પોલીસ સાથે સંકલન સાધીને 'પાંડી બ્રધર્સ' જેવા આંતરરાજ્ય ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને તોડી પાડ્યું છે.
 
આ બાબતે વિગતે માહિતી આપતા મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં ૧,૬૪૭ ગુનાઓ નોંધાયા છે, જેમાં આશરે ૪૧,૦૦૦ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત આશરે રૂ. ૩,૭૨૭ કરોડ થાય છે. છેલ્લા બે વર્ષમાં જામનગર અને કચ્છ જિલ્લામાં ૧૩૫ ગુનાઓ હેઠળ ૩૦૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને રૂ. ૨૪૪.૫૯ કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
 
આ સાથે દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે એટીએસ અને અન્ય એજન્સીઓ સતત સતર્ક છે. 

ગુજરાતમાં ડ્રગ્સ સંબંધિત ક્રાઇમ રેટ માત્ર ૦.૮ છે, જે સમગ્ર દેશમાં સૌથી ઓછો છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.