Tue Oct 06 2026

Logo

કચ્છના ધોળાવીરામાં હવે શોધાશે હડપ્પાકાળનું દરિયાઈ જીવન

2026-09-17 16:45:00
Author: Chandrakant Kanoja
કચ્છના ધોળાવીરામાં હવે શોધાશે હડપ્પાકાળનું દરિયાઈ જીવન

ભુજ: કચ્છની ધરતી પર હજારો વર્ષ પહેલાં માત્ર માનવ વસાહતો જ નહોતી, પરંતુ અહીં સમુદ્ર, નદીઓ અને ખાડીના બદલાતા સ્વરૂપ સાથે માણસે કેવી રીતે જીવન ગોઠવ્યું હતું તેનું રહસ્ય પણ ધરબાયેલું છે. હવે ધોળાવીરા અને આસપાસના હડપ્પાકાળીન સ્થળોએ ચાલી રહેલા નવા સંશોધનથી આ રહસ્યના નવા પાનાં ખૂલવાની શક્યતા છે. 

ત્રણ વર્ષના સંયુક્ત સંશોધન પ્રોજેક્ટની શરૂઆત કરી

શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ત્રણ વર્ષના સંયુક્ત સંશોધન પ્રોજેક્ટની શરૂઆત કરી છે. તેમાં ધોળાવીરા સહિતના હડપ્પાકાળીન સ્થળોના પ્રાચીન પર્યાવરણ, દરિયાઈ સપાટીમાં આવેલા ફેરફાર અને પ્રાચીન દરિયાઈ માર્ગોની તપાસ કરવામાં આવશે.સૌથી રસપ્રદ સવાલ એ છે કે આજના સમયમાં રણ અને ખારા પ્રદેશ તરીકે ઓળખાતો કચ્છ ચારથી પાંચ હજાર વર્ષ પહેલાં કેવો દેખાતો હતો?

સીધો સંબંધ વેપાર સાથે પણ જોડાય 

સંશોધકોનું અનુમાન છે કે તે સમયના કેટલાક હડપ્પાકાળીન વસવાટો આજે જ્યાં રણ કે સૂકા વિસ્તારો છે ત્યાંના બદલાયેલા દરિયાઈ અથવા એસ્ટ્યુરાઇન પર્યાવરણની નજીક આવેલા હોઈ શકે છે.આનો સીધો સંબંધ વેપાર સાથે પણ જોડાય છે.

સફેદ રણ નીચે હજારો વર્ષ પહેલાં દરિયાઈ પાણીની હિલચાલ

જો સંશોધનથી પ્રાચીન દરિયાઈ માર્ગોની પુષ્ટિ થાય તો ધોળાવીરા માત્ર એક પ્રાચીન શહેર નહોતું, પરંતુ કચ્છના બદલાતા દરિયાઈ ભૂગોળનો લાભ લઈને વિકસેલું મહત્વનું વેપારી કેન્દ્ર હતું તે સમજવામાં વધુ મદદ મળશે. આજનું સફેદ રણ જ્યાં દેખાય છે ત્યાં હજારો વર્ષ પહેલાં પાણીની હિલચાલ, દરિયાઈ માર્ગો અને હડપ્પન નાવિકોની દુનિયા કેવી હતી તે જાણવા માટે હવે વૈજ્ઞાનિક તપાસ શરૂ થઈ છે.

(ઉત્સવ વૈધ)