Sun Jul 26 2026

Logo

પીએમ મોદીની રેલી પહેલા કોલકાતામાં હંગામો, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ

2026-03-14 16:11:00
Author: Vimal Prajapati
Article Image

કોલકાતાઃ પીએમ મોદીની રેલી પહેલા કોલકાતામાં ભારે વિવાદ સર્જાયો છે. શહેરમાં ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બંને પક્ષોના કાર્યકરોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. ટીએમસી પર ભાજપના કાર્યકરોને રોકવાનો આરોપ છે, જ્યારે સામે ભાજપનો આરોપ છે કે ટીએમસીના સભ્યો તેમના કાર્યકરોને રેલી સ્થળ સુધી પહોંચતા અટકાવી રહ્યા છે.

વધારે વિગતે વાત કરવામાં આવે તો, કોલકાતાના ગિરીશ પાર્ક વિસ્તારમાં રાજ્ય પ્રધાન શશી પંજાના નિવાસસ્થાને પથ્થરમારો થયો હોવાના આરોપો સામે આવ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ દાવો કર્યો છે કે, ભાજપના કાર્યકરોએ બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે આ કૃત્ય કર્યું હતું. ભાજપે વળતો આરોપ લગાવ્યો છે કે, ગિરીશ પાર્કમાં સરઘસ કાઢતી વખતે તૃણમૂલના સભ્યોએ તેમના કાર્યકરો પર ઇંટો ફેંકી હતી. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે પોલીસે કોઈ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે.

TMCએ BJP પર આક્રમકતાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીના નેતા દેવબ્રતા બંડોપાધ્યાયે કહ્યું, "BJP કાર્યકર્તાઓએ હુમલો કર્યો અને મંત્રીજીને ઘાયલ કર્યા છે. બીજી તરફ BJPએ TMC પર જવાબી આક્ષેપ કર્યો હતો. BJPએ કહ્યું, "TMCના ગુંડાઓએ અમારા કાર્યકર્તાઓ પર હુમલો કર્યો હતો.. પીએમ મોદી આવે તે પહેલા ભયનો માહોલ સર્જવાનો ટીએમસી દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. 

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંને પક્ષોને અલગ કર્યા અને 10થી વધુ વ્યક્તિઓને ધરપકડ કરી હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. આ ઘટના પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના સમયે બંને પાર્ટીઓ વચ્ચેના તણાવને દર્શાવે છે. આ ઘટનાએ રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. TMC સરકારે કડક કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે, જ્યારે BJPએ કેન્દ્રીય સુરક્ષા માંગી છે. વિપક્ષી પક્ષોનું કહેવું છે કે આવી ઘટનાઓ લોકશાહીને નુકસાન પહોંચાડે છે. રાજ્ય પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે .