Sun Mar 08 2026

Logo

ઉનાળામાં લીંબુ સૂકાઈ જવાના ટેન્શનને કરો ટાટા-બાય બાય, આ 5 સ્માર્ટ ટિપ્સની મદદથી લીંબુ રહેશે ફ્રેશ અને જ્યુસી...

3 days ago
Author: Darshana Visaria
Article Image

AI-Generated Image


ઉનાળાની શરૂઆત થતા જ રસોડામાં લીંબુની માંગ વધી જાય છે અને લીંબુ પણ મોંઘા પણ થઈ જાય છે. લીંબુનું શરબત બનાવવાની વાત હોય કે પછી રસોઈમાં સ્વાદ ઉમેરવાની વાત હોય, લીંબુ દરેક ગૃહિણીની જરૂરિયાત છે. પરંતુ ગરમીમાં લીંબુ જલ્દી સુકાઈ જાય છે અથવા ઉપરથી કાળા પડી જાય છે. જો તમારી સાથે પણ આવું થાય છે તો આજે અમે અહીં તમને લીંબુને સ્ટોર કરવાની કેટલીક એવી સિમ્પલ ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી ઉનાળામાં પણ લીંબુ લાંબા સમય સુધી તાજા રહેશે. ચાલો જોઈએ શું છે આ ટિપ્સ...

પાણીમાં નાખીને સ્ટોર કરો
જો તમે ઈચ્છો છો કે ઉનાળાની ઋતુમાં લીંબુ 15થી 20 દિવસ સુધી બિલકુલ ફ્રેશ અને જ્યુસી રહે, તો એક કાચની બરણીમાં પાણી ભરો અને તેમાં લીંબુ ડૂબાડીને રાખો. આ બરણીને ફ્રીજમાં મૂકી દો. દર બે-ત્રણ દિવસે પાણી બદલતાં રહો. આ રીતથી લીંબુ સુકાશે નહીં અને તેનો રસ પણ જળવાઈ રહેશે.

ઓઈલથી કોટિંગ કરી રાખો 
લીંબુ લાંબો સમય તાજા રહે અને સ્ટોર કરી શકાય એના માટે લીંબુના પડ પર થોડું ખાવાનું તેલ (Cooking Oil) લગાવીને રાખી દો. તેલ લગાવ્યા પછી તેને કાચની બરણીમાં ભરીને ફ્રીજમાં રાખો. તેલનું પડ લીંબુની છાલને હવામાં રહેલા ભેજથી બચાવે છે, જેથી તે જલ્દી બગડતા નથી.

પેપર કે ટીશ્યુ પેપરમાં લપેટીને રાખો
દરેક લીંબુને અલગ-અલગ ન્યૂઝ પેપરના ટુકડા કે પછી ટીશ્યુ પેપરમાં લપેટી લો. ત્યાર બાદ આ લીંબુને એક એરટાઈટ કન્ટેનર અથવા ઝિપલોક બેગમાં ભરીને ફ્રીજમાં રાખો. આનાથી લીંબુ લાંબા સમય સુધી ભેજમુક્ત રહેશે અને ખરાબ નહીં થાય.

ગ્લાસ વોટર બોટલમાં સ્ટોર કરો
ઉનાળાની સિઝનમાં લીંબુ મોંઘા થઈ જાય છે આવી સ્થિતિમાં લીંબુને તમે પ્લાસ્ટિક બેગમાં રાખવાને બદલે કે પછી કાચની બરણીમાં રાખવા વધારે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. પ્લાસ્ટિકના થેલીમાં લીંબુને રાખવાથી તેમાં ભેજ જમા થવાને કારણે લીંબુ પર ફૂગ લાગવાની શક્યતા વધી જાય છે, જ્યારે વાત કરીએ કાચની બરણીની તો કાચની બરણીમાં લીંબુ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે.

લેમન જ્યુસને આઈસ ક્યુબ તરીકે સ્ટોર કરો
જ્યારે બજારમાં લીંબુ વધારે પ્રમાણમાં જોવા મળતાં હોય, સસ્તા મળતાં હોય ત્યારે કે પછી જો તમને ડર સતાવી રહ્યો હોય તે લીંબુ ખરાબ થઈ જશે તો આવી સ્થિતિમાં લીંબુનો રસ કાઢી લો. આ રસને આઈસ ટ્રેમાં નાખીને ફ્રીઝરમાં ફ્રોઝન કરી લો. હવે જ્યારે પણ શરબત કે રસોઈમાં જરૂર હોય, ત્યારે એક ક્યુબ કાઢીને ઉપયોગમાં લો. આ રીતે લીંબુનો સ્વાદ મહિનાઓ સુધી અકબંધ રહેશે.

AI-Generated Image

ગૃહિણીઓ માટે ખાસ બોનસ ટિપ
હવે વાત કરીએ એક બોનલ ટિપ વિશે તો હંમેશા બજારમાંથી લીંબુ ખરીદતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખો. બજારમાંથી લીંબુ ખરીદતી વખતે હંમેશા પાતળી છાલવાળા અને પીળા લીંબુ પસંદ કરો, કારણ કે તેમાં રસનું પ્રમાણ વધુ હોય છે અને તે લાંબો સમય તાજા રહે છે. 

છે ને એકદમ કામની માહિતી? આ સમર સિઝનમાં લીંબુને સિમ્પલી સ્ટોર કરીને મોંઘા લીંબુ ખરીદવામાંથી બચી શકો છો. આવી જ બીજી અનોખી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

વધુ જુઓ...