Sun Sep 06 2026

Logo

કિંજલ રબારીને ખુલ્લેઆમ મારી નાખવાની ધમકી આપનારા ઠાકરશી રબારી સામે કોઈ પગલા નહીં!

2026-03-12 18:16:00
Author: Vimal Prajapati
કિંજલ રબારીને ખુલ્લેઆમ મારી નાખવાની ધમકી આપનારા ઠાકરશી રબારી સામે કોઈ પગલા નહીં!

રાધનપુરઃ ગુજરાતમાં લગ્નનો વિવાદ વધતો જાય છે. સિંગર કિંજલ દવેએ પોતાની સમાજ બહાર લગ્ન કર્યા એટલે તેમનો પણ વિરોધ થયો હતો. હવે એક બીજી ઘટના પ્રકાશમાં આવી છે. કિંજલ રબારી પોતાના પ્રેમી અશોક ચૌધરી સાથે પ્રેમ લગ્ન કર્યાં એટલે તેઓ વિવાદમાં આવ્યાં છે. કિંજલ રબારીએ પોતાના પરિવારની મરજી વિરૂદ્ધ પ્રેમ લગ્ન કર્યા હવોાના કારણે અત્યારે રબારી સમાજે તેમનો વિરોધ શરૂ કર્યો છે. પરંતુ આ વિવાદમાં હવે બંધારણે આપેલી સ્વતંત્રતા ભૂલાઈ રહી છે. જાણો શું છે સમગ્ર મામલો...

કિંજલ રબારીને ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી

કિંજલ રબારીનો વિરોધ કરતી કેટલીક પોસ્ટ પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ધમકીઓ આપવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કોંગ્રેસ નેતા અને આગેવાન ઠાકરશી રબારીએ પણ ધમકી આપી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઠાકરશી રબારીનું આ ધમકી ભર્યું નિવેદન વાયરલ થયું છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે, આવી રીતે ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી રહી છે, તો શું આ નેતા સામે કાર્યવાહી કરવામાં આવશે? ધમકીઓ આપતા લોકોને છોડવામાં નહીં આવે તેવું તંત્ર દ્વારા કહેવામાં આવતું હોય છે, પરંતુ શું અહીં નેતા સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? તે એક પ્રશ્ન બની ગયો છે. 

કિંજલ રબારીએ શેર કર્યો વીડિયો

ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કરી લીધા બાદ હવે સિંગર કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ શેર કર્યો છે. જેમાં પોતાને અને તેના પતિને જીવનું જોખમ હોવાનું તેમજ પોલીસ પ્રોટેક્શન માટે અપીલ કરી છે. પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાના કારણે અત્યારે કિંજલ રબારીનો વિરોધ થઈ રહ્યો છે. બંધારણ જો વ્યક્તને પોતાના મરજી પ્રમાણે લગ્ન કરવાનો અધિકાર આપે છે તો પછી આ વિરોધ શા માટે?

કેટલાક એવા પણ પોસ્ટર વાયરલ થયા છે તેમાં ખુલ્લેઆમ મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. પોસ્ટરમાં લખ્યું કે, કિંજલ રબારીએ સમાજનું નામ ખરાબ કર્યું છે, એટલું જ નહીં પરંતુ કિંજલ રબારી પાસે જવાબ માંગવામાં આવી રહ્યો છે કે તેમણે શા માટે સમાજની બહાર લગ્ન કર્યાં? એક બીજું પોસ્ટરમાં તો તમામ મહિલાઓને ચેતવણી આપવામાં આવી રહી છે. 

મહિલાઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ ના કરવો જોઈએ તેવી ધમકી આપવામાં આવી રહી છે. તેમાં લખ્યું કે, જો આઈડી (સોશિયલ મીડિયા) બંધ કરાવવામાં નહીં આવે તો, આ ગ્રુપ ફોટો મૂકીને ટ્રોલ કરશે. આ ધમકીઓના કારણે કિંજલ રબારીએ વીડિયો વાયરલ કરીને સુરક્ષાની માંગણી કરી છે.