Tue Oct 06 2026

Logo

ખેડામાં સમૂહ લગ્નો કરાવતા ઇન્ફ્લુએન્સરના પુત્રને યુવતીને ફ્રેન્ડ રીક્વેસ્ટના મુદ્દે થઈ બબાલ, એકનું માથું ફૂટ્યું ને........

2026-09-29 09:43:00
Author: Mumbai Samachar Team
ખેડામાં સમૂહ લગ્નો કરાવતા ઇન્ફ્લુએન્સરના પુત્રને યુવતીને ફ્રેન્ડ રીક્વેસ્ટના મુદ્દે થઈ બબાલ, એકનું માથું ફૂટ્યું ને........

ખેડાના લવાલ ગામે મારામારી કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મહિપતસિંહ ચૌહાણના પુત્ર સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીએ કોલેજની એક યુવતી કે જેને ધર્મની બહેન માની છે, તેને સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા મહિપતસિંહ ચૌહાણના પુત્ર કૃષ્ણપાલસિંહે ફરિયાદીને માથામાં લોખંડની પાઇપ મારી હોવાનો આક્ષેપ કરાયો છે.

ગઇકાલે મહિપતસિંહ ચૌહાણના પુત્ર કૃષ્ણપાલસિંહને લોખંડની પાઇપથી માથામાં ફટકો મારી ગંભીર ઇજા પહોંચાડાઈ હોવાનો અને તેના કાકા અને મિત્રને પણ માર મારવા મામલે માતર પોલીસ મથકે લવાલ ગામના જ 9 શખસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

હુમલાના બીજા દિવસે આરોપી કૃષ્ણપાલસિંહના માતા તથા મહિપતસિંહ ચૌહાણના પત્ની પારૂલબેન ચૌહાણ કે જે હાલમાં લવાલ ગામના સરપંચ છે, તેઓ અન્ય ફરિયાદીની માતા અને 50 મહિલા લઈ ફરિયાદીના ઘરે હુમલો કરવા ગયા હતા.

કેવી રીતે અને કઈ બાબતે થયો હતો વિવાદ?

લવાલ ગામના મહાવીરસિંહ કિશોરસિંહ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ નડિયાદ ખાતે કોલેજમાં અભ્યાસ કરે છે. તેમણે પોતાની સાથે અભ્યાસ કરતી એક યુવતીને ધર્મની બહેન માને છે અને આશરે દોઢેક મહિના પહેલાં સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. આ બાબતની જાણ જયપાલસિંહ, સંજયસિંહ ચૌહાણને થતાં તેઓ બોલાચાલી કરતા હતા, અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

મહિપતસિંહ ચૌહાણ સારું કામ કરે છે પણ તેમનો દીકરો ગુંડાગીરી કરે છે’

ફરિયાદમાં જણાવેલી વિગતો અનુસાર, ફરિયાદી યુવક (કૃષ્ણપાલ મહિપતસિંહ ચૌહાણ) પોતાના પિતા દ્વારા ચલાવવામાં આવતા વૃદ્ધાશ્રમ, દિવ્યાંગ ટેકો આશ્રમ અને શિક્ષણ સંકુલની સમાજસેવાની પ્રવૃત્તિઓના વિડિયો બનાવી સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરતો હતો. આ બાબત ગામના કેટલાક લોકોને પસંદ ન હોવાથી તેઓ અવારનવાર પોસ્ટ ન મૂકવા બાબતે બોલાચાલી કરી ઝઘડો કરતા હતા. આ અદાવતને કારણે રવિવારની રાત્રે જ્યારે યુવક જમીને ગામના ગેટ પાસે ઊભો હતો ત્યારે આ ઘટના બની હતી

ફરિયાદીના કાકા જીતેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું કે રાતે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા બાબતમાં એક છોકરાએ ઝઘડો કર્યો હતો. આ ઝઘડો મહિપતસિંહના છોકરાનો એકદમ મામૂલી છે. આ બધા ઝઘડા કરીને તે પોતાને ડોન સમજી રહ્યો છે. મહિપતસિંહનું કામ બહુ સારું છે, હું એમનો ફેન છું. પણ એમનો છોકરો બહુ ખરાબ કાર્ય કરી રહ્યો છે.

14 લોકો સામે ગુનો નોંધાયો: DYSP

સમગ્ર બાબતે DYSP કૃણાલ રાઠોડે જણાવ્યું હતું કે આ ઘટનામાં બંને તરફી ફરિયાદ થઈ હતી. જેમાં એક પક્ષે 9 આરોપી અને બીજા પક્ષે 4 થઈને 14 લોકો સામે ગુનો નોંધાયો હતો. આ બાબતે પોલીસે રાયોટિંગ ફરિયાદ નોંધી હતી. 

જયપાલસિંહ ચૌહાણ અવારનવાર બોલાચાલી કરતો હતો

લવાલ ગામના મહાવીરસિંહ કિશોરસિંહ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ નડિયાદની કોલેજમાં અભ્યાસ કરે છે અને તેમની સાથે અભ્યાસ કરતી યુવતીને આશરે દોઢેક મહિના પહેલાં સોશિયલ મીડિયા પર રિક્વેસ્ટ મોકલી હતી. આ બાબતની જાણ જયપાલસિંહ સંજયસિંહ ચૌહાણને થતાં તેઓ અવારનવાર બોલાચાલી કરતા હતા. ગત 26 સપ્ટેમ્બરના રોજ રાત્રિના નવેક વાગ્યે ગામના બગીચા પાસે મહાવીરસિંહ બેઠા હતા, ત્યારે જયપાલસિંહ, કૃષ્ણપાલસિંહ મહિપતસિંહ ચૌહાણ, મુકેશ સરદારસિંહ ચૌહાણ, આર્યન અમિત રાઠોડ અને રાજવીરસિંહ હિતેન્દ્રસિંહ ચૌહાણ ભેગા થઈને આવ્યા હતા.

કૃષ્ણપાલસિંહે લોખંડની પાઇપ મહાવીરસિંહના માથામાં મારી

આ દરમિયાન કૃષ્ણપાલસિંહે પોતાના હાથમાં રહેલી લોખંડની પાઇપ મહાવીરસિંહના માથામાં મારી દેતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. માથામાંથી લોહી નીકળવા લાગતાં સ્થાનિક લોકોએ આવીને વધુ મારમાંથી છોડાવ્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.