Mon Sep 14 2026

Logo

7 દિવસમાં સુધારો કરો નહીંતર લાગશે તાળા... ખાન સરના કોચિંગ સેન્ટર પર નવું સંકટ!

2026-06-07 18:37:26
Author: Devayat Khatana
7 દિવસમાં સુધારો કરો નહીંતર લાગશે તાળા... ખાન સરના કોચિંગ સેન્ટર પર નવું સંકટ!

પટણા: બિહારના પટણાના કોચિંગ સંચાલક ફૈઝલ ખાન ઉર્ફે 'ખાન સર' દ્વારા ચલાવવામાં આવતા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ 'ખાન ગ્લોબલ સ્ટડીઝ' પર નવું સંકટ આવી પડ્યું છે. ગોળીબાર મુદ્દે વિવાદમાં સંપડાયા બાદ હવે બિહાર ફાયર સર્વિસ વિભાગે સંસ્થામાં અચાનક ફાયર સેફ્ટી ઓડિટ હાથ ધર્યું હતું. ફાયર વિભાગની ટીમે સંસ્થાની ફાયર સેફ્ટી વ્યવસ્થા, ઇમરજન્સી એક્ઝિટ અને અગ્નિશામક સાધનોની તપાસ કરી હતી, જેમાં અનેક ગંભીર ખામીઓ જોવા મળતા  7-10 દિવસમાં ખામીઓ સુધારવા માટે આખરી અલ્ટીમેટમ આપ્યું છે, અન્યથા સંસ્થા પર તાળા લાગી શકે તેવી શક્યતા છે.

બિહાર ફાયર સર્વિસના અધિકારીના જણાવ્યા અનુસાર, અગાઉ 25 મેના રોજ પણ કોચિંગ સેન્ટરનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઇમારત પાંચ માળની છે, જે  મીટર ઊંચી અને લગભગ 4000 ચોરસ મીટરમાં ફેલાયેલી છે. તપાસમાં જણાયું હતું કે ફાયર સર્વિસ એક્ટ હેઠળ ફરજિયાત ફાયર સેફ્ટીના નિયમોનું અહીં પાલન થતું નથી. આ અંગે 31 મેના રોજ સંસ્થાને સત્તાવાર નોટિસ ફટકારીને ખામીઓ દૂર કરવા માટે 15  જૂન સુધીનો 15  દિવસનો સમય આપવામાં આવ્યો હતો.  ફાયર વિભાગની ટીમ 15  જૂનની ડેડલાઇન પહેલા માત્ર એ ચકાસવા પહોંચી હતી કે સૂચવેલા સુધારાનું કામ સંસ્થાએ શરૂ કર્યું છે કે નહીં.

ફાયર વિભાગની આ તપાસમાં કોચિંગ સેન્ટરમાં અનેક મોટી ખામીઓ સામે આવી છે. સૌથી મોટી બેદરકારી એ હતી કે પાંચ માળની આ વિશાળ ઈમારતમાં માત્ર એક જ સીડી મળી આવી હતી અને તેની પહોળાઈ પણ નિર્ધારિત ધોરણો કરતા ઘણી ઓછી હતી. આ ઉપરાંત, બિલ્ડિંગમાં ઓટોમેટિક ફાયર ડિટેક્શન સિસ્ટમનો સંપૂર્ણ અભાવ હતો. 

ફાયર સર્વિસ વિભાગે કોચિંગ સેન્ટરને તાત્કાલિક ધોરણે પર્યાપ્ત સંખ્યામાં ફાયર એક્સટિંગ્વિશર લગાવવા અને તમામ સલામતી ધોરણોનું પાલન કરવા કડક સૂચના આપી છે. સત્તાવાળાઓએ મેનેજમેન્ટને જરૂરી સુધારા પૂર્ણ કરવા માટે અંતિમ 7થી 10 દિવસનો સમય આપ્યો છે અને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ સમયગાળો પૂરો થયા બાદ નવેસરથી સમીક્ષા કરવામાં આવશે. અગાઉના ઓડિટની સૂચનાઓનું સંતોષકારક પાલન ન થવાને કારણે વિભાગ હવે કડક એક્શન લેવાના મૂડમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.