Mon Oct 05 2026

Logo

જમ્મુ-કાશ્મીરે ભારતીય ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ...

2026-02-28 15:13:45
Author: Ajay Motiwala
જમ્મુ-કાશ્મીરે ભારતીય ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ...

હુબલી: જમ્મુ-કાશ્મીરે પહેલી જ વખત રણજી ટ્રોફી ટૂર્નામેન્ટનું ટાઈટલ જીતી લીધું છે.જમ્મુ-કાશ્મીર (Jammu & Kashmir)ની 67 વર્ષની ઈન્તેજારીનો અંત આવ્યો છે. આ રાજ્યની ટીમના કેટલાક ખેલાડીઓ હવે કદાચ ભારતીય ટીમમાં જોવા મળશે.

2019ની સાલમાં નરેન્દ્ર મોદી સરકારે કલમ 370નો અંત લાવી દીધો ત્યાર બાદ રાજ્યમાં સ્પોર્ટ્સ સહિત ક્રિકેટની રમત પણ ખૂબ ફૂલીફાલી અને છ વર્ષમાં રાજ્યના ખેલાડીઓએ આતંકવાદના ઓછાયા વચ્ચે તાલીમ લેતા રહીને દ્રઢતા અને સંકલ્પ સાથે આ અભૂતપૂર્વ પરાક્રમ કરી દેખાડ્યું છે.

હુબલીમાં પારસ ડોગરાના સુકાનમાં જમ્મુ-કાશ્મીરની ટીમે કર્ણાટક સામેની ફાઇનલનો બીજો દાવ 4/342ના સ્કોર પર ડિક્લેર કર્યો ત્યાર બાદ કર્ણાટકને જીતવા 634 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે આજના અંતિમ દિવસે મેળવવો અશક્ય હતો.

આ સ્થિતિમાં બન્ને ટીમ મૅચને ડ્રો જાહેર કરવા સંમત થઈ હતી અને જમ્મુ-કાશ્મીરને પહેલા દાવની 291 રનની સરસાઈને આધારે વિજેતા ઘોષિત કરવામાં આવ્યું હતું.