રાંચી: ઝારખંડમાં ભરતી પરીક્ષામાં ગેરરીતિની ફરીયાદ સરકાર એક્શન મોડમાં આવી છે. જેમાં ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન(JSSC)દ્વારા 3 જુલાઈ, 2022 ના રોજ લેવામાં આવેલી જુનિયર એન્જિનિયર ભરતી પરીક્ષાના પેપર લીક સાથે સંકળાયેલા કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે મોટી સફળતા મેળવી છે. દિલ્હી સ્થિત ટેસ્ટિંગ એજન્સી બાયન્સિસ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડના મેનેજર કૃષ્ણ કુમાર, ભૂતપૂર્વ ઉમેદવારો રણજિત મંડલ, દીપક કુમાર, અભિષેક કુમાર અને દીપક શ્રીવાસ્તવની JSSC 2022 પેપર લીક કેસમાં કથિત સંડોવણીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.
મેનેજર અરુણ કુમારની મુંબઈથી ધરપકડ કરવામાં આવી
આ સમગ્ર પેપર લીક નેટવર્કની તપાસ ચાલી રહી છે. તેમજ બધા આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ દરમિયાન એજન્સીના ડિરેક્ટર-કમ-મેનેજર અરુણ કુમાર જે આ કેસના સંબંધમાં ફરાર હતા તેમની પણ મુંબઈમાં ધરપકડ કરવામાં આવી છે અને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. પેપર લીક નેટવર્કની સંપૂર્ણ વિગતો તેમાં સામેલ અન્ય લોકોની ભૂમિકાઓ ઉજાગર કરવા માટે અધિકારીઓ હવે તેમની પૂછપરછ કરી રહ્યા છે.
Jharkhand Student Protest | હજારો પરીક્ષા ઉમેદવારો અને પોલીસ વચ્ચે ભારે તણાવ | Mumbai Samachar #ranchiprotest #jharkhandnews #studentprotest #jssccgl #jpsc #breakingnews #ranchinews #latestupdates #shorts #reels #VidhanSabhaGherao pic.twitter.com/KGW1ihNN7u
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) August 10, 2026
પ્રશ્નપત્ર અને તેના જવાબો લીક થયા હતા
ઉલ્લેખનીય છે કે, આ પરીક્ષા 1279 જગ્યાઓ પર ભરતી માટે લેવામાં આવી હતી. પરીક્ષા શરૂ થાય તે પૂર્વે જ પ્રશ્નપત્ર અને તેના જવાબો લીક થયા હતા. આ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે પ્રશ્નોના જવાબો કથિત રીતે અગાઉથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઉમેદવારોને આપવામાં આવ્યા હતા.
Jharkhand Student Protest | પોલીસના વોટર કેનન સામે વિદ્યાર્થીઓએ કરી મસ્તી! | Ranchi Students #ranchinews #protest #studentprotest #viralvideo #watercannon #RanchiStudents #ranchi #jharkhandnews #trendingnow #viralreels #shorts pic.twitter.com/8mR7zzFhJG
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) August 10, 2026