Tue Sep 08 2026

Logo

રામ મંદિરને મળ્યા પ્રથમ CEO: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને સોંપાઈ જવાબદારી, જાણો શું છે 'ઓપરેશન સિંદૂર' કનેક્શન?

2026-09-02 18:19:31
Author: Mumbai Samachar Team
રામ મંદિરને મળ્યા પ્રથમ CEO: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને સોંપાઈ જવાબદારી, જાણો શું છે 'ઓપરેશન સિંદૂર' કનેક્શન?

અયોધ્યાઃ છેલ્લા કેટલાક સમયથી રામ મંદિર ટ્રસ્ટ અયોધ્યાના CEOને ચર્ચા જોરશોરથી ચર્ચા શરૂ થઈ હતી. મંદિરના સીઈઓ માટે કેટકેટલાય નામ પણ ચર્ચાતા હતા, જેની ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી એ CEOનું નામ ફાઈનલ થઈ ગયું છે. નિવૃત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને રામ મંદિર ટ્રસ્ટ અયોધ્યાના CEO બનાવવામાં આવ્યા છે. તે મંદિર ટ્રસ્ટના પહેલા CEO છે. નિવૃત એરમાર્શલ જિતેન્દ્ર મિશ્રા વાયુસેનાના પશ્ચિમી ઝોન કમાન્ડના ચીફ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. ઑપરેશન સિંદૂર વખતે તથા કારગીલ યુદ્ધ વખતે પણ તેમણે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. તા. 30 એપ્રિલના રોજ આ વર્ષે નિવૃત થયા છે. 

કોણ છે નવા CEO? 
સર્વોત્તમ યુદ્ધ સેવા મેડલથી સન્માનિત સૈનિક તરેક દેશસેવા કરી નિવૃત થયા છે. જિતેન્દ્ર મિશ્રા મૂળ દેવરિયાના રહેવાસી છે. નાનકડા ગ્રામ્ય વિસ્તારમાંથી પોતાની કરિયર શરૂ કર્યા બાદ છેક દિલ્હી સુધી એ પછી સર્વોચ્ચ સન્માન સુધીની યાત્રા ખરેખર પ્રેરણાદાયી રહી છે. મંદિર વ્યવસ્થાના કરવામાં આવેલા ફેરફારને લઈ જ્યારે CEO તરીકે નિયુક્તિ માટેની વાત સામે આવી એ સમયે અનેક એવા નામને લઈને અરજીઓ આવી હતી. બીજી સપ્ટેમ્બરના CEO તરીકે નિવૃત એરમાર્શલ જિતેન્દ્ર મિશ્રાનું નામ ફાઈનલ કરી દેવામાં આવ્યું છે. CEO તરીકે અન્ય નામમાં IPS અધિકારી રાજેશ પાંડે, ભૂતપૂર્વ IAS અધિકારી દિનેશ ચંદ્ર, નિવૃત્ત IAS અધિકારી યોગેશ્વર રામ મિશ્રા અને ભૂતપૂર્વ IPS અધિકારી પરેશ સક્સેનાનો સમાવેશ થાય છે. પણ અંતમાં એરમાર્શલ જિતેન્દ્ર મિશ્રા પર પસંદગી ઊતારવામાં આવી છે. રામ મંદિર, શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના એડમિનિસ્ટ્રેટિવમાં પરિવર્તન અંતર્ગત ત્રણ નવા ટ્રસ્ટીની પણ નિયુક્તિ કરવામાં આવી છે. 

આ રીતે પસંદગી કરવામાં આવી
નવા ટ્રસ્ટીઓમાં મહેશ ભાગચંદકા, મદન મોહન પાંડે અને નિર્મલા યાદવનો સમાવેશ થાય છે. મહેશ ભાગચંદકા વિશ્વ હિન્દુ પરિષદના છે અને નેતા અશોક સિંઘલના સંબંધી છે. રામ મંદિર ટ્રસ્ટની એક મહત્ત્વની બેઠકમાં પાંડે અને યાદવની એકસાથે નિયુક્તિ કરવામાં આવી હતી. જિતેન્દ્ર મિશ્રાની વાત કરવામાં આવે તો સર્વોત્તમ એવોર્ડની સાથે અતિ વિશિષ્ટ સેવા મેડલ અને વિશિષ્ટ સેવા મેડલથી પણ એમને સન્માનિત કરવામાં આવ્યા છે. 

ફ્રન્ટરલાઈન એરબેઝ ડાયરેક્ટર તરીકે પણ સેવા આપી
38 વર્ષની ડિફેન્સ કરિયરમાં તેમણે મહત્ત્વના પદ પર મોટી જવાબદારી અદા કરી છે. ફાઈટર સ્ક્વોર્ડનના કમાન્ડિંગ ઓફિસર તરીકે પણ રહી ચૂક્યા છે. એરક્રાફ્ટ સિસ્ટમ ટેસ્ટિંગ ક્ષેત્રે પણ એમનું જ્ઞાન ખૂબ જ ઊંડું છે. એર ઓફિસર કમાન્ડિંગ ઓફ ટુ ફ્રન્ટરલાઈન એરબેઝ ડાયરેક્ટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. ટેક્નિકલ પાસા અને મેન્યુઅલ અસેસમેન્ટ એમ બન્ને રીતે CEOની પસંદગી કરવામાં આવી છે. જુદી-જુદી અરજીઓની ચકાસણી કરવામાં આવી હતી. આ માટે કુલ 600 ગુણ અગાઉથી નક્કી કરવામાં આવ્યા હતા. 470 માર્કથી વધારે માર્ક સાથે પાસ થનારા ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં 108 ઉમેદવારો અને પછી 16 ઉમેદવારોને અયોધ્યામાં ઈન્ટરવ્યૂ માટે બોલાવાયા હતા.

મંદિરના વહીવટ અને મેનેજમેન્ટ પર રહેશે નજર
આ પદ માટે કુલ 5585 લોકોએ અરજી કરી હતી. દેશના જુદા-જુદા રાજ્યો અને મહાનગરમાંથી આ અરજી આવી હોવાનું જાણવા મળ્યું છે. સભ્યોની એક કમિટીએ 6 જુલાઈથી CEO માટેની પ્રક્રિયાઓ માટે તૈયારીઓ કરી હતી. આ પછી ફાઈનલ કોલ આપવામાં આવ્યો અને જિતેન્દ્ર મિશ્રા પર પસંદગી ઊતારવામાં આવી. આ કમિટીમાં નિવૃત જજ પ્રમોદ કોહલી, નિવૃત લેફ્ટનન્ટ જનરલ વિષ્ણુકાંત ચતુર્વેદી અને સુરેશ હાવરેનો સામાવેશ થાય છે. નવા CEO તરીકે આવ્યા બાદ હવે મંદિરના પરિસર તથા વહીવટમાં શું પરિવર્તન આવશે એના પર સૌની નજર હવે રહેલી છે.