Sun Jul 19 2026

Logo

જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ, વહીવટીતંત્રે એલર્ટ જારી કર્યું

2026-07-19 08:50:37
Author: Vimal Prajapati
Article Image

 

રાજૌરીઃ જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં સતત ભારે વરસાદ થઈ રહ્યો હોવાથી આખા જિલ્લામાં ભારે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. અત્યારે ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. એટલો વરસાદ થયો છે કે, નદી નાળા ઉભરાઈ રહ્યાં છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હોવાના કારણે ત્યાના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કાશ્મીરમાં ચોમાસામાં આવી સ્થિતિ રહેતી હોય છે. 

નદી, નાળા અને પૂર સંભવિત વિસ્તારોથી દૂર રહેવા અપીલ

ભારે વરસાદના કારણે હાલાત ખરાબ છે, જેથી સ્થિતિને ગંભીરતાથી લેતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સત્વરે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે કામ સિવાય કોઈને પણ ઘરની બહાર ના નીકળવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સાથે સાથે ખાસ કરીને નદી, નાળા અને પૂર સંભવિત વિસ્તારોથી તો ખાસ દૂર રહેવા માટે વહીવટી તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યું છે. નદીઓમાં પાણી સતત વધી રહ્યું હોવાના કારણે કાંઠાના વિસ્તારોમાં રહેલા લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

હજી પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી વિગતોની વાત કરવામાં આવે તો, હજી પણ થોડા દિવસ સુધી આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે તંત્ર પણ એક્સન મોડમાં આવી ગયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત અને બાચવ કાર્ય માટે પહેલેથી જ ટીમો તૈયાર કરી દેવામાં આવી છે. જેથી આવી કોઈ ઘટના બને તો સત્વરે મદદે પહોંચી શકાય! આ વર્ષે વરસાદને ગત વર્ષનો રેકોર્ડ તોડી દીધો હોવાનું પણ સ્થાનિકો કહી રહ્યાં છે. આ વર્ષે ભારે વરસાદના કારણે પાક સાથે સાથે મકાનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન આવ્યું છે, તેવું સ્થાનિકો જણાવી રહ્યાં છે. 

ભારે વરસાદને કારણે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. એક સ્થાનિક રહેવાસીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, "મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. લગભગ 200 થી 250 વાહનો ગુમ છે. બસ સ્ટેન્ડનો કોઈ પત્તો નથી. અમે વહીવટીતંત્રને લોકોને મદદ કરવા વિનંતી કરીએ છીએ."