Thu Sep 03 2026

Logo

ઉનાળાનું 'નેચરલ ગ્લુકોઝ' અને પોષક તત્વોની ખાણ છે આ નાનકડું ફ્રૂટ, તમે પણ ખાવ છો કે નહીં?

2026-04-26 22:01:11
Author: Darshana Visaria
ઉનાળાનું 'નેચરલ ગ્લુકોઝ' અને પોષક તત્વોની ખાણ છે આ નાનકડું ફ્રૂટ, તમે પણ ખાવ છો કે નહીં?

અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને વાત કરીએ ઉનાળામાં મળતાં સુપરફૂડ્સની તો કલિંગર, સકરટેટ્ટી, લીચી જેવા રસાળ ફળ ઉનાળાની ગરમીમાં રાહત અપાવવામાં મહત્ત્વનો રોલ પ્લે કરે છે. આજે આપણે વાત કરીશું કે ઉનાળામાં લીચી થાવાથી થતાં હેલ્થ બેનેફિટ્સ વિશે. ચાલો જોઈએ લીચી ખાવાથી શું અને કેટલા બેનેફિટ્સ મળે છે...

લીચી એ ઉનાળામાં મળતું એક અત્યંત લોકપ્રિય અને સ્વાદિષ્ટ ફળ છે, પરંતુ તે માત્ર સ્વાદ જ નહીં, પણ સ્વાસ્થ્યનો ખજાનો પણ છે. લીચી ખાવાથી શરીરને કયા વિટામિન્સ અને પોષક તત્વો મળે છે. લીચીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે ગરમીમાં શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે, સાથે જ તેમાં રહેલા વિટામિન્સ રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

વિટામિન Cનું પાવરહાઉસ: 
ઉનાળામાં મળતી લીચીએ વિટામિન Cનો સૌથી મોટો અને બેસ્ટ સોર્સ છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન સી હોય છે. લીચી એ ત્વચાને ચમકદાર રાખવા, કોલેજન બનાવવામાં અને ઈમ્યુનિટી વધારવામાં મદદરૂપ છે.

વિટામિન B-કોમ્પ્લેક્સ: 
વિટામિન સી સિવાય લીચીમાં મોટા પ્રમાણમાં વિટામિન બી6, નિયાસિન અને રિબોફ્લેવિન જેવા તત્વો હોય છે, જે મેટાબોલિઝમ સુધારવામાં અને એનર્જી લેવલ વધારવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

પોટેશિયમ અને કોપર: 
હાર્ટને હેલ્ધી રાખવામાં પણ લીચી ઈમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. હાર્ટની હેલ્થ માટે પોટેશિયમ ખૂબ જ જરૂરી છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. જ્યારે કોપર લોહીના પરિભ્રમણમાં મદદ કરે છે. લીચીમાં મોટા પ્રમાણમાં પોટેશિયમ અને કોપર જોવા મળે છે. 

એન્ટી-ઓક્સિડન્ટ્સ: 
લીચીમાં રહેલાં ઓલિગોનોલ અને અન્ય એન્ટી-ઓક્સિડન્ટ્સ બોડીને ફ્રી રેડિકલ્સથી બચાવવાનું કામ કરે છે અને કેન્સર જેવી જોખમી અને ગંભીર બીમારી થવાનું જોખમ પણ ઘટાડે છે. 

પાચન માટે શ્રેષ્ઠ: 
લીચી ફાઈબરથી ભરપૂર હોવાને કારણે પાચનતંત્રને મજબૂત બનાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે  છે અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરે છે.