Fri Apr 17 2026

Logo

ઈઝરાયલ-લેબનાન બોર્ડર નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારમાં વિસ્ફોટ, અમેરિકાએ કરી મહત્ત્વની રજૂઆત

Naqoura Deir   2026-04-12 19:34:14
Author: Mumbai Samachar Team
Article Image

બૈરૂતઃ મિડલ ઈસ્ટમાં તણાવગ્રસ્તને દૂર કરીને શાંતિ સ્થાપવાની વાતો થઈ રહી છે એવામાં ઈઝરાયલે લેબનાનમાં ધડાકા કરીને લડી લેવાનો ઈરાદો સ્પષ્ટ કર્યો છે. દક્ષિણ લેબનાનમાં ઈઝરાયલની સેના પર આરોલ લગાવવામાં આવી રહ્યા છે કે, સૈન્યએ રણનીતિનો અમલ કરીને એક ગ્રામ્ય વિસ્તારનો ખાતમો બોલાવી દીધો છે. સોશિયલ મીડિયા પર ઈઝરાયલની સેના દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં નકૌરા અને દેર સેરયાન જેવા ગામમાં વિસ્ફોટ થયા હોવાની વાત છે. 

ઈઝરાયલની રણનીતિ ઉઘાડી પડી
નિષ્ણાંતોએ કહ્યું હતું કે, ઈઝરાયલની રણનીતિ આ ડોમિસાઈડ છે. જેનો અર્થ એવો થાય છે કે, ઘરનો વ્યવસ્થિત રીતે વિનાશ કરી દેવો, જેથી એ વિસ્તારને ભવિષ્યમાં માણસ કોઈ રીતે વસવાટ ન કરી શકે એવો બનાવી શકાય.ઈઝરાયલના રક્ષામંત્રી કાટજે આ પહેલા પણ ઈઝરાયલના સીમા વિસ્તારથી નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારનો ખાતમો બોલાવી દેવાની વાત કહી હતી. આ ગાઝા અને રાફા મોડલની યાદ અપાવે છે. ઈઝરાયલે એવો તર્ક આપ્યો હતો કે, આ ઘરની નીચે હિજબુલ્લાહની સુરંગો છે, સૈન્યના અડ્ડાઓ છે, જેને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 

અમેરિકાની રજૂઆત સામે ઈરાન મૌન
ઈઝરાયલલ હવે લિટાની નદી સુધી દક્ષિણી લેબનાનના મોટા એકભાગ પર કબજો કરીને એક સિક્યોરિટી ઝોન તૈયાર કરવાની યોજના બનાવી રહ્યો છે. લેબનાન મીડિયા અનુસાર આ હુમલામાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 2000ને પાર કરી ગઈ છે. જે લોકો સ્થળાંતર કરીને જતા રહ્યા છે તેઓ પાછા ફરશે કે નહીં એનું કંઈ નક્કી નથી. બીજી તરફ ઈસ્લામાબાદમાં યોજાયેલી શાંતિવાર્તામાં કોઈ પ્રકારનો ઉકેલ ન નીકળતા પરિણામ વગર બેઠક ખતમ થઈ ગઈ હતી. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે તેહરાનને એલર્ટ કરતા કહ્યું હતું કે, અમેરિકા પોતાની અંતિમ અને સૌથી શ્રેષ્ઠ રજૂઆત કરી રહ્યો છે. નિર્ણય ઈરાને કરવાનો છે.