Mon Aug 31 2026

Logo

ઇરાને અમેરિકન નાગરિકોને કેમ કેદ કર્યા? US વિદેશસચિવે તાત્કાલિક મુક્તિ ધમકી આપી

Washington DC   2026-02-28 11:11:00
Author: Vimal Prajapati
ઇરાને અમેરિકન નાગરિકોને કેમ કેદ કર્યા? US વિદેશસચિવે તાત્કાલિક મુક્તિ ધમકી આપી

વોશિંગ્ટન: ઇરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે. ઇરાને અમેરિકન નાગરિકોને બંદી બનાવ્યા હોવાના આરોપો લાગ્યા છે, જેમાં ડબલ પાસપોર્ટ ધારકોને નાની-નાની બાબતો પર પકડવામાં આવે છે. અમેરિકી વિદેશસચિવ માર્કો રુબિયોએ ઇરાનને 'સ્ટેટ સ્પોન્સર ઓફ રોંગફુલ ડિટેન્શન' (State Sponsor of Wrongful Detention) જાહેર કરીને અને તમામ અન્યાયી રીતે કેદ અમેરિકનોની તાત્કાલિક મુક્તિની માંગ કરી છે. હવે ઈરાન દ્વારા તેનો કેવો જવાબ આપવામાં આવે છે તે જોવાનું રહેશે. 

એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા માર્કો રુબિયોએ શું લખ્યું?

વધારે વિગતે વાત કરવામાં આવે તો, માર્કો રુબિયોએ એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા લખ્યું કે,  મેં ઈરાનને ખોટી રીતે અટકાયત કરનાર રાજ્ય જાહેર કર્યું. દાયકાઓથી ઈરાની સરકારે રાજકીય લાભ માટે નિર્દોષ અમેરિકનો અને અન્ય દેશોના નાગરિકોને ક્રૂરતાથી અટકાયતમાં રાખ્યા છે. ઈરાને આ ઘૃણાસ્પદ પ્રથાનો અંત લાવવો જોઈએ અને ખોટી રીતે અટકાયત કરાયેલા તમામ અમેરિકનોને તાત્કાલિક મુક્ત કરવા જોઈએ.

 

એટલું જ નહીં પરંતુ ઇરાની શાસન લાંબા સમયથી વિદેશી નાગરિકોને રાજકીય દબાણ માટે બંદી બનાવે છે. 1979ની ઇસ્લામિક ક્રાંતિથી આ પ્રથા ચાલી આવે છે, જ્યારે આયતોલ્લા ખોમેનીએ અમેરિકન રાજદૂતગૃહના કર્મચારીઓને બંદી બનાવ્યા હતા તેવો પણ આરોપ લગાવ્યો છે. આ ઘૃણાસ્પદ પ્રથા બંધ કરવા અને અમેરિકનોને મુક્ત કરવા માટે અમેરિક વિદેશસચિવ દબાણ કર્યું છે. આ સાથે માર્કો રુબિયોએ અમેરિક નાગરિકોને ઇરાન જવાનું ટાળવા અને ત્યાં રહેનારાઓને તરત જ નીકળી જવાની ચેતવણી આપી પણ આપી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે, હજી માર્કો રુબિયો દ્વારા તેવું સત્તાવાર કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.