Sat Sep 05 2026

Logo

આઈપીએલના સૌથી મોટું રહસ્ય આવ્યું સામે, જાણો દરેક ટીમ કોની સાથે એક અને કોની સાથે બે મેચ રમે છે

2026-04-07 12:19:00
Author: Mayur Patel
આઈપીએલના સૌથી મોટું રહસ્ય આવ્યું સામે, જાણો દરેક ટીમ કોની સાથે એક અને કોની સાથે બે મેચ રમે છે

 

નવી દિલ્હીઃ આઈપીએલ 2026ની શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 12 મેચ રમાઈ ચુકી છે.  દરેક ટીમે લીગ સ્ટેજમાં 14 મેચ રમવાની છે, પરંતુ દરેક ટીમ તમામ ટીમ સામે બે વખત કેમ નથી રમતી તે સવાર દરેકના મનમાં છે. જોકે તેનો જવાબ ટુર્નામેન્ટના ફોર્મેટમાં જ છે.  ગણિત, લોજિસ્ટિક્સ અને હરિફ ત્રણેયનું સંતુલન બનાવીને ફોર્મેટ તૈયાર કરાયું છે.

આઈપીએલ લીગ સ્ટેજમાં દરેક ટીમે 14 મેચ રમવાની હોય છે. 7 મેચ ઘરેલુ મેદાન અને 7 બહાર રમવાની હોય છે. આ હિસાબે જોઈએ તો બાકીની 9 ટીમો બે-બે વખત રમે તો કુલ 18 મેચ થાય. આટલા લાંબા શેડ્યૂલથી ટુર્નામેન્ટની સમય મર્યાદા, ખેલાડીઓનો વર્કલોડ અને બ્રોડકાસ્ટ પ્લાન પ્રભાવિત થઈ શકે છે. તેથી આઈપીએલમાં 18ની જગ્યાએ 14 મેચનું ફોર્મેટ અપનાવાયું છે.

આ સંતુલન જાળવી રાખવા માટે 10 ટીમને બે ગ્રુપમાં વહેંચવામાં આવે છે. દરેક ગ્રુપમાં 5-5 ટીમો હોય છે. ટુર્નામેન્ટમાં હરિફાઈનું સંતુલન જળવાઈ રહે તે માટે આ ગ્રુપ વિભાજન સીઝન પહેલા જ નક્કી કરવામાં આવે છે. દરેક ટીમ તેના ગ્રુપની બાકી 4 ટીમો સાથે એક-એક મેચ રમે છે. જ્યારે બીજા ગ્રુપની તમામ 5 ટીમોની બે-બે મેચ હોય છે. આમ પોતાના ગ્રુપની 4 મેચ તથા બીજા ગ્રુપની 10 મેચ મળી કુલ 14 મેચ રમવાની હોય છે.

આઈપીએલ જેવી લાંબી ટુર્નામેન્ટમાં ટીમોએ સતત ફોર્મ જાળવી રાખવું પડે છે. જે ટીમ શરૂઆતમાં નભલી લાગતી હોય છે તે ટુર્નામેન્ટના અંક સુધીમાં મજબૂત થઈ શકે છે. આ ઉપરાંત શરૂઆતમાં મોખરે રહેનારી ટીમો પાછળ રહી જતી હોય છે. આ રીતે ટુર્નામેન્ટનું શિડ્યૂલ પૂરી રીતે ટીમના પક્ષમાં કે વિપક્ષમાં જશે તે કહેવું મુશ્કેલ છે. તેની અસર જરૂર પડે છે.

ઉલ્લેખનીય છે કે, આઈપીએલ ફોર્મેટ માત્ર રમત પૂરતી મર્યાદીત નથી. તેમાં બ્રોડકાસ્ટ, દર્શકનો રસ અને ટુર્નામેન્ટની સમય મર્યાદા જેવી બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. લાંબી સીઝનને ધ્યાનમાં રાખીને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન રોમાંચ જળવાઈ રહે તે પણ જોવામાં આવે છે. આ રીતે 14 મેચનું સંતુલિત શિડ્યુલ રાખવામાં આવે છે.

આઈપીએલમાં દરેક ટીમ માત્ર મેદાન પર વિપક્ષો જ નહીં પરંતુ શિડ્યુલ મુજબ રમે છે. કોઈ સાથે એક વખત તથા કોઈ સાથે બે વખત રમવું પડે છે, પરંતુ