Sat Sep 12 2026

Logo

કચ્છમાં 16 નાયબ મામલતદારોની વહીવટી કારણોસર આંતરિક બદલી

2026-07-29 12:13:00
Author: Mumbai Samachar Team
કચ્છમાં 16 નાયબ મામલતદારોની વહીવટી કારણોસર આંતરિક બદલી

કલેક્ટર કચેરી દ્વારા મહેસૂલી મહેકમમાં ફેરબદલ: અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપાઈ

ભુજ: કચ્છ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા વહીવટી સુગમતા અર્થે મહેસૂલી મહેકમમાં ફરજ બજાવતા વર્ગ-3 ના 16 નાયબ મામલતદારોની આંતરિક બદલીઓના હુકમો કરવામાં આવ્યા છે.

જાહેર કરાયેલા આદેશ મુજબ, અંજાર મામલતદાર કચેરીના આર.પી. પ્રજાપતિને ભુજ કલેક્ટર કચેરીની નવરચિત લેન્ડ ગ્રેબિંગ-2 શાખામાં તથા ભુજ હક્કપત્રક શાખાના એમ.એસ. ઝાલાને ભુજ પ્રાંત કચેરી ખાતે શિરસ્તેદાર તરીકે નીમવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગાંધીધામના એ.પી. બેડીયાવદરને કલેક્ટર કચેરીની મહેસૂલ શાખામાં મુકાયા છે.

અન્ય ફેરબદલોમાં, મહેસૂલ શાખા ભુજના એ.એચ. કટારાને અંજાર પ્રાંત કચેરીની સમાજ સુરક્ષા શાખા, ટી.આર. વ્યાસને ભુજ જમીન સંપાદન અને કે.સી. સુથારને અપીલ શાખામાં જવાબદારી અપાઈ છે. જ્યારે વી.એમ. ગઢવીને અબડાસા એટીવીટી, એમ.જે. સીસોદિયાને ભુજ હક્કપત્રક શાખા, એચ.એમ. જોષીને લખપત મભોયો-2 તેમજ પી.એ. મોદીને ગાંધીધામ મહેસૂલ સાથે ચોમાસું કામગીરીનો વધારાનો ચાર્જ સોંપાયો છે.

તદુપરાંત, એમ.પી. અંદરપાને અંજારથી ભુજ મહેસૂલ, એસ.જી. ઠક્કરને લખપત દબાણ-2, એ.આર. ઝાલાને ભુજ ગ્રામ્ય મહેસૂલ (ચોમાસું ચાર્જ સાથે), એ.આર. વ્યાસને ભુજ મેજિસ્ટ્રેટ શાખા, જે.એન. ઝાલાને લખપત એટીવીટી અને નખત્રાણા પ્રાંત કચેરી તથા જી.એલ. હુનને ભુજ હક્કપત્રક સાથે કલેક્ટર પી.એ. તરીકેની નવી જવાબદારી સોંપવામાં આવી છે.

(ઉત્સવ વૈદ્ય)