Sun Apr 26 2026

Logo

હવે Instagramમાં જ Snapchat જેવો અનુભવ, ફોટો જોયા પછી આપમેળે થઈ જશે ડિલીટ, તમે જોયું કે નહીં...

2026-04-26 18:04:25
Author: Darshana Visaria
Article Image

મેટા સોશિયલ મીડિયાની દુનિયામાં વધુ એક મોટો ધડાકો કરવા જઈ રહ્યું છે અને મેટાના આ નવા અપડેટ્સ વિશે જાણીને તમે પણ ચોંકી ઉઠશો. રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર ઈન્સ્ટાગ્રામ હવે ઈન્સ્ટન્ટ્સ (Instants) નામની એક નવી ઈમેજ-શેરિંગ એપનું ટેસ્ટિંગ કરી રહ્યું છે, જે સીધી રીતે સ્નેપચેટ (Snapchat) અને BeRealને ટક્કર આપશે. આ એપની ખાસિયત એ છે કે તેમાં ફોટો અને વીડિયો થોડા સમય પછી આપમેળે ગાયબ થઈ જશે.

મેટા હવે ઈન્સ્ટાગ્રામ યુઝર્સને વધુ નેચરલ અને ફિલ્ટર વગરના કન્ટેન્ટ તરફ ડાયવર્ટ કરવા માટે 'Instants' નામની એક નવી એપ પર કામ કરી રહ્યું છે. હાલમાં ઇટાલી અને સ્પેન જેવા દેશોમાં તેનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ચાલો જાણીએ કે શું છે આ ઈન્સ્ટન્ટ્સ નામની નવી એપ અને તે કઈ રીતે કામ કરશે. 

ડાયરેક્ટ લાઈવ કેપ્ચર: 
આ એપમાં તમે ફોનની ગેલેરી એટલે કે કેમેરા રોલમાંથી જૂના ફોટા અપલોડ નહીં કરી શકો. યુઝર્સે એપના કેમેરાથી જ લાઈવ ફોટો કે વીડિયો ક્લિક કરીને તરત શેર કરવા પડશે.

ઓટો-ડિલીટ ફીચર: 
શેર કરેલા ફોટા કે વીડિયો માત્ર એક જ વાર જોઈ શકાશે અથવા વધુમાં વધુ 24 કલાક સુધી ઉપલબ્ધ રહેશે, ત્યારબાદ તે આપમેળે ગાયબ થઈ જશે.

નો ફિલ્ટર્સ: 
આ નવી એપમાં એડવાન્સ એડિટિંગ કે ફિલ્ટર્સની સુવિધા નથી. તેનો હેતુ 'રિયલ-લાઈફ' અને કોઈ પણ દેખાડા વગરની પળોને મિત્રો સાથે શેર કરવાનો છે.

મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સ: 
તમે કન્ટેન્ટ માત્ર એવા જ મિત્રો સાથે શેર કરી શકશો જેમને તમે ફોલો કરો છો અને તેઓ પણ તમને ફોલો કરતા હોય.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસ શેર કરજો હં ને? આ સિવાય આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...