સૅનો (જાપાન): હજી ગયા અઠવાડિયે ટી-20માં 30 બૉલમાં સેન્ચુરી ફટકારવાની મોટી સિદ્ધિ મેળવવા ઉપરાંત કેટલાક વિક્રમો પોતાના નામે કરનાર લેફ્ટ-હૅન્ડ ઓપનર અભિષેક શર્માએ મંગળવારે અનિચ્છનીય રેકૉર્ડ કર્યો હતો.
નવાઈની વાત એ છે કે અભિષેકે રોહિત શર્માનો થોડા વર્ષો જૂનો ભારતીય રેકૉર્ડ તોડી નાખ્યો હતો. વાત આવી છે કે ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં સૌથી વધુ વખત પોતાના પ્રથમ બૉલ પર આઉટ થનાર (સૌથી વધુ ગોલ્ડન ડક ધરાવનાર) અભિષેક (Abhishek) મોખરાનો ભારતીય ઓપનર બન્યો છે.
Without Indian flat highway pitches
— 𝔸🅖︎𝕄 (@AGM9089) September 22, 2026
This g@ndu Abhishek Sharma is another Babar Azam
Golden duck against Japan chii 🤮 pic.twitter.com/kwCJ4j4VZT
રોહિત શર્મા ટી-20 આંતરરાષ્ટ્રીય રમતો ત્યારે ઓપનર તરીકે કુલ ચાર વખત પોતાના પહેલા જ બૉલ પર વિકેટ ગુમાવી બેઠો હતો. તેના ચાર ગોલ્ડન ડકની તુલનામાં હવે અભિષેકના પાંચ ગોલ્ડન ડક થઈ ગયા છે.
મંગળવારે જાપાન (Japan) સામેની મૅચમાં વૈભવ સૂર્યવંશીને ઇલેવનની બહાર રાખવામાં આવ્યો હોવાથી તેના અસંખ્ય ચાહકો તેની આતશબાજીથી વંચિત રહ્યા હતા. જોકે અભિષેક શર્મા ટીમમાં હોવાથી તેની પાસે ઘણાને ચોગ્ગા-છગ્ગાના વરસાદની અપેક્ષા હતી. જોકે તે જાપાનના ચાર્લી હારા-હિન્ઝેના બૉલમાં શૉર્ટ ફાઇન લેગ પર સુગયા-સ્લેટર નામના ફીલ્ડરને આસાન કૅચ આપી બેઠો હતો.
એશિયન ગેમ્સમાં ભારતની પ્રથમ મૅચ 28મી સપ્ટેમ્બરે રમાશે. મંગળવારે વર્લ્ડ નંબર-વન અને વર્લ્ડ ચૅમ્પિયન ભારતના માથેથી ઘાત ટળી હતી. ભારત 41મા ક્રમના જાપાન સામે માત્ર બે રનથી જીતી શક્યું હતું.