(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ મહારાષ્ટ્રનાં મથકો પર વેચવાલીના દબાણ હેઠળ સ્મોલ ગે્રડની ખાંડના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સ્મોલ ગે્રડની ખાંડમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 10નો ઘટાડો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગે્રડની ખાંડમાં મિશ્ર વલણ રહેતાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 30નો સુધારો અને ઉપલા મથાળેથી રૂ. 30નો ઘટાડો આવ્યો હતો. જોકે, નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે બન્ને ગે્રડની ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. 10નો સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં લગભગ 29થી 30 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને રિટેલ સ્તરની માગને ટેકે ઉપાડ અંદાજે 28થી 29 ટ્રકનો રહ્યો હતો. તેમ જ મથકો પરના નિરુત્સાહી અહેવાલોને ધ્યાનમાં લેતા હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 10ના ઘટાડા સાથે રૂ. 4536થી 4662માં થયા હતા, જ્યારે મિડિયમ ગે્રડની ખાંડમાં મિશ્ર વલણ રહેતાં તેના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 30નાા સુધાર અને ઉપલા મથાળેથી રૂ. 30ના ઘટાડા સાથે રૂ. 4660થી 4822માં થયાના અહેવાલ હતા.
વધુમાં આજે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે નાકા ડિલિવરી ધોરણે ભાવમાં ક્વિન્ટલે રૂ. 10નું સુધારાતરફી વલણ રહેતાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 4360થી 4410માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 4435થી 4500માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા.