Mon Oct 05 2026

Logo

લાલબાગચા રાજાના દરબારમાં પરિણીતી ચોપરા! કોને વીડિયો કોલ કનેક્ટ કરીને કરાવ્યા બાપ્પાના લાઈવ દર્શન? વીડિયો થયો વાઈરલ...

2026-09-22 22:22:31
Author: Darshana Visaria
લાલબાગચા રાજાના દરબારમાં પરિણીતી ચોપરા! કોને વીડિયો કોલ કનેક્ટ કરીને કરાવ્યા બાપ્પાના લાઈવ દર્શન? વીડિયો થયો વાઈરલ...

@LalbaugchaRaja


મુંબઈના પ્રસિદ્ધ અને લોકપ્રિય ગણેશોત્સવ દરમિયાન 'લાલબાગચા રાજા'ના દરબારમાં સેલિબ્રિટીઝની હાજરી સતત આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. બોલીવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા મુંબઈના સુપ્રસિદ્ધ 'લાલબાગચા રાજા'ના આશીર્વાદ લેવા પહોંચી હતી. જોકે, સંસદસભ્ય અને પતિ રાઘવ ચઢ્ઢા પોતાની રાજકીય વ્યસ્તતાને કારણે સાથે ન આવી શકતાં પરિણીતીએ એક પ્રેમાળ પત્નીની જેમ તેમને વીડિયો કોલ જોડીને બાપ્પાના લાઈવ દર્શન કરાવ્યા હતા. 

સોશિયલ મીડિયા પર લાલબાગચા રાજાના દરબારમાંથી સામે આવેલો પરિણીતી ચોપરાનો આ ક્યૂટ અને શ્રદ્ધામય અંદાજ સોશિયલ મીડિયા પર ચાહકોનું દિલ જીતી રહ્યો છે. નેટિઝન્સ તેના પર લાઈક્સ અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. 

સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પરિણીતી ચોપરા પંડાલમાં ભીડ વચ્ચે ફોન સ્ક્રીન સામે રાખીને ઊભી છે. સ્ક્રીન પર રાઘવ ચઢ્ઢા જોવા મળી રહ્યા હતા. પરિણીતીએ ફોનનો કેમેરો ફેરવીને બાપ્પાની વિશાળ પ્રતિમા, ભવ્ય શણગાર અને સમગ્ર પરિસર રાઘવને બતાવ્યું હતું. દિલ્હીમાં કામકાજમાં વ્યસ્ત આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ વીડિયો કોલ પર જ બંને હાથ જોડીને લાલબાગચા રાજાના ચરણોમાં નતમસ્તક થઈ આશીર્વાદ લીધા હતા.

પરિણીતી ચોપરા ખૂબ જ સાદગીભર્યા પરંપરાગત ભારતીય પોશાકમાં સજ્જ થઈને દર્શન કરવા પહોંચી હતી. કપાળ પર તિલક અને ચહેરા પર સ્મિત સાથે તે ખૂબ જ શાંતિથી લાઈનમાં આગળ વધી હતી. લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના પદાધિકારીઓ દ્વારા પરિણીતી ચોપરાનું પરંપરાગત શાલ અને બાપ્પાના પ્રસાદ સાથે સન્માન કરવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયા પર નેટિઝન્સને પોતાના જીવનસાથીને આવી આધ્યાત્મિક ક્ષણોમાં સામેલ કરવાની પરિણીતીની આ રીત નેટીઝન્સને ખૂબ પસંદ આવી રહી છે. ચાહકો કમેન્ટ કરી રહ્યા છે કે ગમે તેટલું અંતર હોય, શ્રદ્ધા અને સમર્પણ હંમેશાં જોડાયેલાં રહે છે. 'રાઘનીતી' (RagNeeti) ની આ જોડીનો ભક્તિમય વીડિયો હાલ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર જોરદાર ટ્રેન્ડ કરી રહ્યો છે.

વાત કરીએ પરિણીતા ચોપ્રાના વર્કફ્રન્ટની તો લગ્ન પછી લાંબા સમયથી પરિણીતી લાઈમલાઈટથી દૂર છે, પરંતુ રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર પરિણીતી ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થનારી શેકઃ ટ્રસ્ટ વનમાં જોવા મળશે.