Wed Oct 14 2026

Logo

હરમનપ્રીતે મેડલ સેરેમનીમાં પણ પાકિસ્તાની કૅપ્ટન સામે પીઠ ફેરવી લીધી

Tokyo   2026-09-22 22:02:12
Author: Ajay Motiwala
હરમનપ્રીતે મેડલ સેરેમનીમાં પણ પાકિસ્તાની કૅપ્ટન સામે પીઠ ફેરવી લીધી

ટૉક્યોઃ જાપાનના નિશીનમાં મંગળવારે એશિયન ગેમ્સની મેડલ સેરેમની દરમ્યાન ભારતની કૅપ્ટન હરમનપ્રીત કૌર (Kaur)ને અચાનક પાકિસ્તાની સુકાની ફાતિમા સના (Fatima Sana)ની બાજુમાં ઊભા રહેવાનું આવ્યું ત્યારે હરમન તેને પીઠ બતાવીને ઊભી રહી ગઈ હતી.

ગયા વર્ષની પહલગામની ઘટના બાદ થયેલા યુદ્ધને પગલે ભારતીય ખેલાડીઓ હંમેશાં પાકિસ્તાની પ્લેયર્સ સાથે હાથ મિલાવવાનું ટાળીને તેમને શરમજનક સ્થિતિમાં મૂકે છે.

હરમન ટૂર્નામેન્ટની મૅચોમાં ફાતિમા સાથે હાથ મિલાવવાનું ટાળે છે અને હવે તેની બાજુમાં ઊભવા છતાં દૂર રહીને તેને વધુ શરમજનક સ્થિતિમાં મૂકે છે.

ભારતની ટીમ ટી-20 ટૂર્નામેન્ટનો ગોલ્ડ, શ્રીલંકા સિલ્વર અને પાકિસ્તાન બ્રૉન્ઝ મેડલ જીતી છે. ભારતીય ટીમ 2022ની એશિયાડ પછી સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીતી છે.

આ વખતની ટૂર્નામેન્ટમાં શેફાલી વર્મા 188 રન સાથે મોખરે હતી, જ્યારે બોલર્સમાં સ્પિનર શ્રી ચરની આઠ વિકેટ સાથે અવ્વલ હતી.