અમદાવાદ: તહેવારોની સિઝનમાં મુસાફરી એક ચિંતા બની જાય કારણ કે ટ્રેન હોય કે બસ બધી જ જગ્યાએ કન્ફર્મ ટિકિટના ચાન્સ ખૂબ ઓછા હોય છે અને આથી જ આરામદાયક મુસાફરી માટે ઘણી ચિંતા રહે છે. પરંતુ આ માટે રેલવેએ મુસાફરોની આ ચિંતા હળવી કરી નાખી છે. રેલવે દ્વારા વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો કરવામાં આવ્યો છે અને વેરાવળ-હરિદ્વાર-વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનને એક નવો સ્ટોપેજ આપવામાં આવ્યો છે.
આગામી તહેવારોની મોસમમાં મુસાફરોની વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો કરવામાં આવ્યો છે. આ ટ્રેન નં. 09017 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ દર રવિવારે તારીખ 4 ઓક્ટોબરથી 29 નવેમ્બર 2026 સુધી અને ટ્રેન નં. 09018 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ દર સોમવારે તારીખ 05 ઓક્ટોબરથી 30 નવેમ્બર 2026 સુધી દોડાવવામાં આવશે. આ ટ્રેનમાં કુલ 22 ICF કોચનું સંયોજન રહેશે અને તેના માટેનું બુકિંગ આગામી 23 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 8 વાગ્યાથી પીઆરએસ (PRS) અને આઈઆરસીટીસી (IRCTC) પર શરૂ થશે.
🚆 Additional Stoppage at Keshod Railway Station!
— DRM Bhavnagar (@DRM_BVP) September 22, 2026
Train No. 09203/09204 (Veraval–Haridwar–Veraval) Weekly Special Train will have an additional stoppage at Keshod (KSD) Railway Station from October 2026.
Train No. 09203 (Veraval–Haridwar) — effective from 20 October 2026
Train… pic.twitter.com/rZAapuFeJM
આ ઉપરાંત જૂનાગઢના કેશોદ રેલ્વે સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે. ટ્રેન નં. 09203/09204 વેરાવળ-હરિદ્વાર-વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનને ઓક્ટોબર 2026 થી કેશોદ રેલ્વે સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ રાખશે. ટ્રેન નં. 09203 વેરાવળ-હરિદ્વાર — 20 ઓક્ટોબર 2026 થી અમલમાં આવશે. ટ્રેન નં. 09204 હરિદ્વાર-વેરાવળ— 21 ઓક્ટોબર 2026 થી અમલમાં આવશે. આ વધારાનો સ્ટોપેજ કેશોદ જનારા અને જનારા મુસાફરો માટે વધુ સુવિધા અને સુધારેલ કનેક્ટિવિટી પ્રદાન કરશે.