નવી દિલ્હીઃ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર ઇન્ડિગોની એક ફ્લાઇટમાં એન્જિન ફેઇલ્યોરને કારણે ફુલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. વિશાખાપટ્ટનમથી દિલ્હી આવતી આ ફ્લાઇટે સુરક્ષિત લેન્ડિંગ કરી લીધી છે અને તમામ મુસાફરો સુરક્ષિત છે. વિશાખાપટ્ટનમથી ઉડાન ભર્યા પછી ફ્લાઇટમાં તકનીકી ખામી જણાઈ આવતાં દિલ્હી એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરવામાં આવી. રનવે-28 પર ઇમર્જન્સી જાહેર કરીને ફ્લાઇટને પ્રાયોરિટી લેન્ડિંગ આપવામાં આવી હતી.
ઇન્ડિગો ફ્લાઇટનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આજ સવારે 10:45 દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલના રનવે નંબર 28 પર સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પાયલોટની સતર્કતા અને એરપોર્ટ પ્રશાસનની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. જો કે, કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો 161 મુસાફરોને કાળ ભરખી શકે તેમ હતો! જો કે, કોઈ જાનહાનિ નથી એટલે તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે. યાત્રીઓની તપાસ કર્યા બાદ તેમને કોઈ ગંતવ્ય સ્થાને જવા માટે રવાના કરી દેવાામં આવ્યાં છે.
શું વિમાનના એન્જિનમાં કોઈ ખામી સર્જાઈ હતી?
ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કર્યા પછી તમામ મુસાફરો અને ક્રુને ઉતારી દેવામાં આવ્યા, અને વિમાનની તપાસ કરવામાં આવી રહી છે. એન્જિનમાં કોઈ ખામી સર્જાઈ હોવાનું કારણ હોઈ શકે છે, એટલે તેની તપાસ કરવામં આવી રહી છે. , જેમાં પ્રેટ એન્ડ વ્હિટની એન્જિન સાથે સંબંધિત સમસ્યા હોવાની આશંકા છે. આવી ઘટનાઓમાં ફ્લાઇટ્સ સામાન્ય રીતે સુરક્ષિત લેન્ડિંગ કરે છે. ઈન્ડિંગો દ્વારા અત્યારે વિમાનના એન્જિનમાં આવેલી ખામીની તપાસ કરી રહી છે.