Sun Sep 06 2026

Logo

અમેરિકાની નાકાબંધી બાદ હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયા 15 ભારતીય જહાજ, નૌ-સેના કરી રહી છે સુરક્ષા

2026-04-13 20:18:00
Author: Chandrakant Kanoja
અમેરિકાની નાકાબંધી બાદ હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયા 15 ભારતીય જહાજ, નૌ-સેના કરી રહી છે સુરક્ષા

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં સતત તણાવ વધી રહ્યો છે. જેમાં ઈરાન અને અમેરિકાના હોર્મુઝ સ્ટ્રેટ પર દાવાને લઇને સ્થિતી વધુ વિકટ બની છે. જેના હવે હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા ભારતીય જહાજોની મુશ્કેલીમાં વધારો થયો છે.  હાલમાં જ ભારતનું LPG જહાજ જગ વિક્રમ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઇને ભારત પહોંચવાની તૈયારીમાં છે. જોકે, આમ છતાં 
અમેરિકાની નાકાબંધીની જાહેરાત બાદ હજુ પણ 15 ભારતીય જહાજ ફસાયેલા છે. જેની ભારતીય નૌ-સેના સુરક્ષા કરી રહી છે. 

ભારતીય જહાજો પર્શિયન ગલ્ફ માં ફસાયેલા

જ્યારે શિપિંગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 15 ભારતીય ધ્વજવાળા જહાજો પર્શિયન ગલ્ફ માં ફસાયેલા છે. આમાં એક LNG જહાજ, એક ખાલી LPG જહાજ, છ ક્રૂડ ઓઇલ ટેન્કર ,ત્રણ કન્ટેનર જહાજો, એક ડ્રેજર અને એક રાસાયણિક કાર્ગો જહાજનો સમાવેશ થાય છે. ભારતીય નૌકાદળ આ જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે.

નૌકાદળ જહાજોને નેવિગેશનલ સહાય પૂરી પાડે છે 

ભારતીય નૌકાદળે યુદ્ધ શરૂ થતાં જ તાત્કાલિક એક વધારાનું ટાસ્ક ફોર્સ બનાવી છે. નૌકાદળ પર્સિયન ગલ્ફમાં પ્રવેશ નથી કરતી  પરંતુ તે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ભારતીય જહાજોને નેવિગેશનલ અને કોમ્યુનિકેશન સહાય પૂરી પાડી રહ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યા બાદ  આ જહાજોને નૌકાદળના જહાજો દ્વારા ઓમાનના અખાતમાંથી પસાર કરવામાં આવે છે અને ત્યારબાદ તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઉત્તર અરબી સમુદ્રમાં લઈ જવામાં આવે છે. 

દરિયાઈ ટ્રાફિક પર સતત નજર

ભારતીય નૌ-સેનાએ તેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરમાં કોઈ ફેરફાર નથી કર્યો. તેમજ  નૌસેના જહાજોની સલામતી સુનિશ્ચિત કરવા માટે  દરિયાઈ ટ્રાફિક પર સતત નજર રાખી રહ્યું છે.